Home ગોધરા પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરનાં રહીશોએ કલેકટર ને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી...

પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરનાં રહીશોએ કલેકટર ને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

135
0
ગોધરા : 2 માર્ચ

પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરનાં રાધિકા નગર ૧ અને ૨ નાં રહીશોએ પંચમહાલ જિલ્લા કલેકટર ને પોતાની જમીન સરકારે ખાલસા કરી દેતા તે સંદર્ભે રહીશો મોટી સંખ્યામાં એકત્રીત થઈ લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ત્યારે રજુઆતમાં જણાવ્યા અનુસાર અમો હાલોલ શહેરના રાધિકા નગર ૧ અને ૨ નાં રહીશો છીએ.અમે હાલોલ ખાતેની રેવન્યુ સર્વે નંબર આવેલી જમીનો અંગે મામલતદાર હાલોલ તરફથી આપવામાં આવેલી લેન્ડ રેવન્યુ કલમ મુજબની નોટિસ પાઠવવામાં આવી છે.જેમાં જણાવેલા સર્વે નંબર વાળી જમીનમાં અમે છેલ્લા વીસ વર્ષથી વસવાટ કરીએ છીએ.

અને અમે તમામ રહીશો આ જમીનના જે તે પ્લોટો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદ કરી છે અને અમે બોનોફાઇડ પરચેઝર છીએ.જે તે સમયે અમને આ પ્લોટ વેચાણ આપવામાં આવ્યા છે.તે સમયે બિલ્ડર દ્વારા આ જમીન ટાઇટલ ક્લીઅર છે તેવું અમને જણાવી પ્લોટો વેચાણથી આપ્યા છે અને તે પ્લોટો નું રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યા છે.હાલમાં આ જગ્યા પર આશરે ૧૫૦ જેટલા નાના મોટા કાચા પાકા સ્વરૂપના મકાનો બાંધકામ કરવામાં આવેલ છે અને આ મકાનોમાં રહેવા વાળા વ્યક્તિઓ રોજિંદી કામગીરી મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે.અને તેઓએ કાયદેસર રીતે ખરીદ કરેલી મિલકત જો સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવશે તો તમામ રહીશો ને ભૂખે મરવાનો તેમજ કુટુંબ પરિવાર ને રઝળી પડવાની દહેશત રહેલી છે.

અમોએ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર નું કૃત્ય કર્યું નથી. આ જગ્યામાં બિલ્ડરે પ્લોટ હોલ્ડર ને તથા સરકાર ને અંધારામાં રાખવાનું કાવતરું રચ્યું છે.અમો એ કાયદેસર રીતે ખરીદ કરેલા પ્લોટ ઉપર જે તે સમય પછી સરકારની શરતો ને આધીન મકાનો બનાવ્યાં છે તેમજ હાલોલ નગર પાલિકા અરજદારો પાસેથી ટેક્ષ વસુલ કરે છે.તેમજ આવેલા પ્લોટમાં એમ.જી.વી.સી. એલ દ્વારા તમામ પેપર્સ ચકાસી મંગાવીને લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે આમ તમામ રહીશોએ સરકાર સાથે કોઈપણ જાતની છેતરપિંડી કરી નથી.અમે સરકારમાં ભરવામાં થતી તમામ સ્ટેમ્પ ડ્યુટી જંત્રી પ્રમાણે ભરીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા છે.જેથી આ મામલે જિલ્લા કલેકટર દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે અને જવાબદાર ઇસમ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી ની માંગ રહીશો એ કરી હતી.

આ મામલે અમે અગાઉ પણ જે તે અધિકારી ને રજૂઆત કરી છે અને અમને સંતોષકારક જવાબ નહિ મળતા ત્યારે જો દિન ૧૦ માં આ મામલે જવાબદારો સામે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કે તપાસ નહી કરવામાં આવે તો અમે તમામ રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here