Home પાટણ ધારપુર મેડિકલ કોલેજના ડીન યોગેશાનંદ બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થઈ….

ધારપુર મેડિકલ કોલેજના ડીન યોગેશાનંદ બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થઈ….

131
0

પાટણ : 26 ઓગસ્ટ


પાટણ ની ધારપુર મેડિકલ કોલેજ નાં ડીન તરીકે પ્રસંસનિય ફરજ બજાવનાર ડો યોગેશાનંદ ગોસ્વામી ને GMERS સોસાયટી ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના CEO તરીકે પ્રમોશન મળતાં સમગ્ર ધારપુર મેડિકલ કોલેજ તેમજ ધારપુર હોસ્પિટલ પરિવારમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

ડો યોગેશાનંદ ગોસ્વામી દ્વારા પાટણની ધારપુર મેડિકલ કોલેજ નાં ડીન તરીકે પોતાની ફરજ ની સાથે સાથે મેડિકલ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી એવાં સેમિનારો સાથે મેડિકલ નાં વિધાર્થીઓ ની સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવા માટે નાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સ્પોર્ટ્સ ને લગતી સ્પધૉ યોજી મેડિકલના છાત્રો સહિત સ્ટાફ પરિવારમા આગવી લોકચાહના મેળવી હોય તેઓને બઢતી મળતા મેડિકલ કોલેજ નાં વિધાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફ માં ખુશી ની લહેર સાથે ડો.યોગેશાનંદ ગોસ્વામી ઉપર શુભેચ્છાઓ સહિત શુભકામનાઓ નો વરસાદ વરસાવ્યો હતો.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here