Home અંબાજી દાંતા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા વડગામ ધારાસભ્ય ની ધરપકડ મુદ્દે પ્રાંત અધિકારી...

દાંતા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા વડગામ ધારાસભ્ય ની ધરપકડ મુદ્દે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું…..

160
0
અંબાજી : 27 એપ્રિલ

જિલ્લા પંચાયત પ્રમુખ વાલકીબેન પારઘી,તાલુકા પ્રમુખ ઝાકિરભાઈ, NSUI તાલુકા પ્રમુખ ભવાનીસિંહ રાઠોડ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો….

બનાસકાંઠા ના વડગામ તાલુકા ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની ધરપકડ બાદ કોંગ્રેસ પાર્ટી માં ભારે હલ ચલ જોવા મળી રહી છે .અસમ પોલીસ દ્વારા ધરપકડ કરાયા પછી છૂટયા બાદ ફરી થી અન્ય કેસ માં ધરપકડ કરવા થી કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ નારાજ બન્યા હતા જેના પગલે દાંતા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવા આવી પહોંચ્યા હતા .

વડગામ તાલુકાના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની પાલનપુર ખાતે થી ધરપકડ કર્યા બાદ ફરી વાર અન્ય કેસ માં સંડોવણી બાબતે ધરપકડ કરતા કોંગ્રેસ નેતાઓ ગુસ્સે થયા હતા અને આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ વાલકી બેન પારઘી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ભાઈ, NSUI તાલુકા પ્રમુખ ભવાનીસિંહ રાઠોડ ની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજી કોંગ્રેસી નેતાઓ ને વારંવાર ટાર્ગેટ બનાવી ને ધરપકડ કરવાં પર સરકાર સામે નારાજ બનતા મોટી સંખ્યા માં દાંતા ખાતે ભેગા થયા હતા અને દાંતા પ્રાંત અધિકારીશ્રી નેઆ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અહેવાલ: અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here