Home છોટાઉદેપુર છોટાઉદેપુર જનરાલિસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર નિકિતાબેન વસાવા નો વિદાય નો કાર્યક્રમ...

છોટાઉદેપુર જનરાલિસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર નિકિતાબેન વસાવા નો વિદાય નો કાર્યક્રમ યોજાયો.

120
0
છોટાઉદેપુર : 23 ફેબ્રુઆરી

આજરોજ તા.23.02.2022ને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વસાવા નિકિતાબેન ના બોન્ડ ની તારીખ પૂર્ણ થતાં તેઓ આગળ અભ્યાસ અર્થે જવાનું હોવાથી તેમની વિદાય નો કાર્યક્રમ જનરલ હોસ્પિટલ ના હોલમાં રાખવામાં આવ્યો.જેનું સંચાલન વૉર્ડ ના ઇન્ચાર્જ વિજયભાઈ રાઠવા એ કર્યું.જેમાં હોસ્પિટલ ના તમામ ડોક્ટરો તેમજ સ્ટાફ હાજર રહ્યા અને નિકિતાબેન ને શુભેચ્છાઓ પાઠવી કે તે તેમનો આગળ અભ્યાસ કરી પ્રગતિ કરે.અને ફિજીસીયન બની ને ફરીથી છોટાઉદેપુર આવે.


અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે ને અહીંના લોકો મજૂરી પાર નિર્ભર છે નિકિતાબેન દ્વારા અહીં ફરજ બજાવી તેનો આભાર માન્યો હતો અને ગરીબોની સેવા કરતા રહે.
નિકિતાબેન દવારા પણ બહેદારી આપી કે તે પોતાનો આગળ નો અભ્યાસ કરી ફિજીસીયન બની ફરીથી છોટાઉદેપુર આવીને સેવા આપશે.અને તેમને અત્યારે નોકરી કરી જેમાં તેમને મદદરૂપ થનાર ડોક્ટર અનિલ ધાકર સાહેબ તેમજ અન્યનો આભાર માન્યો હતો.
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે હવે જે એક જગ્યા મેડિકલ ઓફિસર ની ખાલી પડી છે તેને સરકાર દ્વારા તાત્કાલિક ભરવામાં આવે તે છોટાઉદેપુર ની પ્રજા ના હિતમાટે અત્યંત જરૂરી છે.


તેમજ હોસ્પિટલ ખાતે ગાયનેક,ફિજીસીયન તેમજ બાળકોના ડૉક્ટર ની જગ્યા ખાલી છે તે વહેલી તકે ભરવામાં આવે તે જરૂરી છે.

અહેવાલ : અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here