Home સુરેન્દ્રનગર ચોટીલામાં દારૂ ભરેલી કાર સાથે રાજકોટની મહિલા અને શખ્સ ઝડપાયા

ચોટીલામાં દારૂ ભરેલી કાર સાથે રાજકોટની મહિલા અને શખ્સ ઝડપાયા

202
0

સુરેન્દ્રનગર: 31 જાન્યુઆરી


ચોટીલા તાલુકાના નાની મોલડી ગામેથી રૂ. 5,67,500નો મુદામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને અંગ્રેજી દારૂ ભરેલી કાર સાથે રાજકોટની મહિલા અને શખ્સને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં એક શખ્સ ભાગી ગયો હતો. ચોટીલા પોલીસે નાની મોલડી ગામેથી રૂ. 5,67,500નો મુદામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચોટીલા પોલીસ પેટ્રોલીંગમાં નિકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી. તેના આધારે નાની મોલડી ગામે પ્રાથમીક શાળા પાસેના કાચા રસ્તે દરોડો પાડતા નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાંથી રૂા.57,000ની કિંમતની અંગ્રેજી દારૂની 156 બોટલો ( 13 પેટી ) મળી આવી હતી. જેથી પોલીસે કાર સાથે રાજકોટના દિવ્યેશભાઈ ખોડીદાસ સાપરીયા અને રાધીકાબેન રાકેશભાઈ ચૌહાણની અટકાયત કરી હતી. અને તેમની પાસેથી કાર સહિત રૂા.5,67,500નો મુદામાલ કબ્જે કરી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવમાં પોલીસને નાની મોલડી ગામનો જયરાજ બાવકુભાઈ ધાધલ નામનો શખ્સ તેની બ્રેન્ઝા કાર લઈને ભાગી ગયો હોવાથી પોલીસે ત્રણેય વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here