Home સુરત ઘોર કળયુગઃસુરતમાં માત્ર દસ વર્ષની પુત્રીને સગા પિતાએ હવસનો શિકાર બનાવી પીંખી...

ઘોર કળયુગઃસુરતમાં માત્ર દસ વર્ષની પુત્રીને સગા પિતાએ હવસનો શિકાર બનાવી પીંખી નાંખી

141
0
સુરત : 4 માર્ચ

સુરત શહેરમાં શુક્રવારના રોજ બનેલા ચકચારી કેસને લઇ ફરી એક વખત દિકરીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે. જોકે, આ વખતે ઘરના જ ઘાતકી બન્યાં છે. થોડા સમય પહેલા જ રોજગારી અર્થે નેપાળથી આવેલી પરિવારની દસ વર્ષિય દિકરીને તેના જ પિતાએ હવસનો શિકાર બનાવી પીંખી નાંખી હતી. જોકે, આ ઘટના પર પડદો પાડવા તેઓ લાંબા વાળવાળો અને કાનમાં કડી પહેરેલી વ્યક્તિએ આવી દૂષ્કૃત્ય કર્યું હોવાની વાર્તા ઘડી કાઢી હતી. પરંતુ પોલીસની સઘન તપાસમાં ભાંડો ફુટી ગયો હતો.

ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની રહેલા સુરત શહેરમાં બળાત્કારનો વધુ એક બનાવ બનતાં લોકોમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે. શહેરના છેવાડે આવેલા સરથાણા જકાતનાકા પાસે આવેલા શ્યામધામ મંદિર નજીક પરિવાર નેપાળી રહે છે. આ પરિવાર લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત આવ્યું છે. ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી ઘરમાં એકલી હતી ત્યારે કોઈ અજાણ્યો ઈસમ ઘરમાં ઘુસી ગયો હતો અને માસુમ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી ગયો હતો. પીડિત કિશોરીના પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઘરે આવેલા માતા-પિતાને દીકરી લોહી લુહાણમાં મળી આવતા ચોંકી ગયાં હતાં અને તાત્કાલિક દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યુ હતું. જ્યાં કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ કિશોરીની તબિયત સાધરણ છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ફરિયાદ લેવાનું કામ ચાલુ છે એટલું જ નહીં પણ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ પણ કરાઈ રહ્યું છે. સાથે સાથે અજાણ્યા ઈસમની ઓળખની દિશામાં પણ પોલીસ કામ કરી રહી છે. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, લાંબા વાળવાળો અને કાનમાં કડી પહેરેલી વ્યકતિ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. આખરે પોલીસે ત્યાં આજુબાજુમાં પુછપરછ કરી હતી, તો આવો કોઈ વ્યકિત આવ્યો ન હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી, પોલીસે સીસીટીવી ચેક કરતાં તેમાં કોઈ લાંબા વાળ વાળો વ્યક્તિ નહીં પરંતુ બાળાનો પિતા અને મામા અવર જવર કરતા હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી બાળાના મામા અને પિતાને પોલીસ સ્ટેશન લઈ આવી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગત ખુલી હતી. સવારે સાડા પાંચ કલાકે તેના મામા ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં બપોરે 12 વાગે બાળાના પિતા ઘરે આવ્યા બાદ બહાર ગયા ન હોવાનું જાણવા મળતા પોલીસે નરાધમ પિતાની આગવી ઢબે પુછપરછ કરતાં તેણે પોતાની જ બાળાને પીઁખી નાંખી હોવાનું જણાવ્યું હતુ.

નરાધમે દુષ્કર્મ કર્યા બાદ દીકરીને કોઈને આ વાત કહીશ નહીં. એમ કહી નાની દીકરીને કહ્યું હતુ કે તુ બહાર જઈને દાદીને જણાવને મોટી બહેનને આંગળીમાં વાગ્યું છે. તેમજ પોલીસ તપાસ દરમિયાન એવી પણ હકીકત પણ સામે આવી છે કે તે નરાધમ પિતાએ અગાઉ પણ દીકરીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.પરંતુ પરિવારમાં દીકરીની રજુઆત સાંભળી ન હોવાને કારણે એ વાત ત્યાં દબાઈ ગઈ હતી. પરંતુ ફરી એક સગા પિતાએ પોતાની જ વ્હાલસોયી દિકરીને શિકાર બનાવતા સમગ્ર હકીકત સામે આવી હતી. હાલ તો પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

અહેવાલ : શોભાના ઘેલાણી, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here