Home ક્રાઈમ ગોધરા તાલુકાના સાંકલી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર...

ગોધરા તાલુકાના સાંકલી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

164
0
ગોધરા : 4 ફેબ્રુઆરી

ગોધરા દાહોદ હાઇવે પર ગોધરા તાલુકાના સાંકલી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજવા પામ્યા છે.જ્યારે તે જ પરિવારના બે બાળકો ને ઈજાઓ થવા પામી છે.જે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.ઇન્દોર થી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ગોધરા દાહોદ હાઇવે પર આવેલા ગોધરા તાલુકાના સાંકલી ગામ પાસે સાંજના સમય બાદ ઇન્દોર થી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની બસ તેમજ મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજવા પામ્યા છે.જેમાં ગોધરા તાલુકાના બોડીદ્રા ગામના સામંતસિંહ કાનસિંહ બારીયા(ઉ.વ.૩૫),પત્ની સુમિત્રાબેન(ઉ.વ.૩૩)અને સામંતસિંહ ની પુત્રી અંજના બેન (ઉ.વ.૯) નો સમાવેશ થાય છે. જ્યારે સામંતસિંહ ના બે પુત્ર જયરામ(ઉ.વ.૭)અને વિકાસ(ઉ.વ.૪)ઇજાગ્રસ્ત થતાં તેમને ૧૦૮ ઇમરજન્સી એમ્બયુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ પોલીસ ને થતાં જ ઘટના સ્થળે દોડી જઇ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here