Home અંબાજી ગુજરાત રાજ્યમાં અંગદાન માટે જાગૃતિ ફેલાય તે માટે અંબાજીમાં પદયાત્રા યોજાઇ

ગુજરાત રાજ્યમાં અંગદાન માટે જાગૃતિ ફેલાય તે માટે અંબાજીમાં પદયાત્રા યોજાઇ

125
0
અંબાજી : 7 માર્ચ

ગુજરાત રાજ્યમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીના પાંછાથી અંબાજી સુધી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયાં હતાં.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ્છાથી અંબાજીસુધી પદયાત્રા યોજાઇ હતી. અંબાજીથી છ કિલોમીટર દુર પાંછા ગામેથી આ પદયાત્રા શરૂ કરવામાં આવી હતી. જે અંબાજી ખાતે પૂર્ણ થઇ હતી. આ પદયાત્રામાં ગુજરાત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શંકરભાઈ ચૌધરી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો , સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આ પદયાત્રા દરમિયાન અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્ડબોર્ડ દર્શાવી અપીલ કરવામાં આવી હતી. આથી દરેક લોકોને અંગ દાન અંગે જાગૃત બનાવવા અને જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે આયોજિત આ પદ યાત્રા સફળ બને તેવા આશીર્વાદ મા અંબાના મળે એવું અંગ દાન ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજારો વિવિધ અંગ – કિડની, હાર્ટ, લીવર વગેરેની તકલીફો ધરાવતા દર્દીઓ કે જેઓ અંગ પ્રત્યારોપણ માટે અંગ દાતાની આશામાં જીવી રહ્યા છે, તેમને સહાય કરવાં માટે તેમજ બ્રેન ડેડ વ્યક્તિના પરિજનોને અંગ દાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જેવા શુભ હેતુસર આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

માર્ચ મહિનાનો બીજો ગુરૂવાર કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે (બોક્સ)
દર વર્ષના માર્ચ મહિનાના બીજા ગુરુવારને કિડની દિવસ તરીકે મનાવવામાં આવે છે. હાલમાં દેશના વિવિધ રાજ્યના હજારો દર્દીઓ અંગ ફેલ્યર થવાના લીધે અંગ દાતાની શોધ કરતા હોય છે, કોઈ દાતા મળવો અને જરૂરી અંગ મળે તો આવા દર્દીઓને નવું જીવન મળી શકે તેમ છે. બીજી તરફ અનેક એવા દર્દીઓ પણ છે કે જેઓ બ્રેન ડેડ થવાના લીધે કુદરતી મોતની વાટમાં છે, તો જો આવા બ્રેનડેડ વ્યક્તિના પરિજનો દાતા બની જેતે જરૂરિયાતમંદ વ્યક્તિને અંગ દાન કરે તો કોઈકને જીવન અને કોઈકને મૃત્યુની ઈચ્છા પૂર્ણ થઈ શકે તેમ છે.

અહેવાલ:  અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here