Home Other ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લાના રાજકીય હોદેદારો ઘ્વારા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું સમ્માન...

ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લાના રાજકીય હોદેદારો ઘ્વારા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું સમ્માન કરવામાં આવ્યું…

84
0
કચ્છ : 19 જાન્યુઆરી

ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના નેતૃત્વમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય વિરેન્દ્રસિહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને કચ્છ જિલ્લાના પ્રભારી મહેન્દ્રભાઇ પટેલની ઉપસ્થીતીમા ગુજરાતના લોકલાડીલા માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીનું સન્માન કરવામા આવ્યું હતું.

નર્મદા નદીના વહી જતા વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ હેતુ કચ્છ જિલ્લામાં વિવિધ સિંચાઈ યોજનાના પ્રથમ તબક્કા હેઠળના ₹4369 કરોડના કામો હાથ ધરવા વહીવટી મંજૂરી આપવામા આવી જેમાંથી કચ્છ જિલ્લાના 6 તાલુકાના 77 ગામોના અંદાજે 2.81 લાખ એકર વિસ્તારને લાભ મળશે આ ઐતિહાસિક નિર્ણય બદલ આદરણીય લોકલાડીલા માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી નું કચ્છી પાઘડી અને સાલ વડે સન્માન કર્યું તેમજ સ્મૃતિ ચિન્હ રૂપે કચ્છી કોરી ભેટમાં આપી.

કચ્છ માટે ઐતિહાસીક નિર્ણય લઇ ને કચ્છ ના ખેડૂતો ને નર્મદા ના નીર સિંચાઈ માટે પહોંચાડવા માટે સમગ્ર કચ્છની જનતા વતી, કચ્છના માલધારીઓ, કચ્છના ખેડૂતો વતી માન.મુખ્યમંત્રીનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.


અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

 

Previous article103 વર્ષીય મહિલા દેવલોક પામ્યા! મહિલાઓ એ કરી અંતિમ વિધિ…
Next articleસુરેન્દ્રનગરમાં ખોળમાં ઓછી ભરતી આપવાના મુદે માલધારીઓ ખફા : મહેતા માર્કેટમાં જનતા રેડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here