Home દુનિયા કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા !

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા !

202
0

 

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલો થયો છે. કેનેડાના વિન્ડસરમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. બે હુમલાખોરોએ મંદિરની અંદર તોડફોડ કરી હતી. મંદિરની દિવાલો પર હિંદુ વિરોધી લખણ પણ લખવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે શંકાસ્પદ લોકો મંદિર પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. કેનેડાની સ્થાનિક પોલીસે દ્વારા આ ઘટનાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 5 એપ્રિલે કેનેડાના ઓન્ટારિયોના વિન્ડસરમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની છે. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બે શંકાસ્પદ યુવકો મંદિરમાં પ્રવેશતા અને તોડફોડ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં એક તોડફોડ કરનાર શકમંદ ઈમારતની દીવાલ પર કંઈક લખતો જોવા મળે છે, જ્યારે અન્ય એક દૂર ઊભેલો જોવા મળે છે.

કેનેડાની સ્થાનિક પોલીસનું કહેવું છે કે તપાસમાં મળેલા વીડિયોમાં બંને યુવકો રાત્રીના 12 વાગે મંદિર પર હુમલો કરતા જોવા મળ્યા હતા. હાલ પુરાવા એકત્ર કરીને શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં પણ કેનેડામાં આવી જ એક ઘટના બની હતી. કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં હિન્દુઓના ગૌરી શંકર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આના પર ભારતીય કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને હુમલાની સખત નિંદા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here