Home કાલોલ વર્ષોથી પાણી માટે વલખાં મારતા કાલોલના બસ સ્ટેશનમાં ધારાસભ્યએ આપી પાણીના બોરની...

વર્ષોથી પાણી માટે વલખાં મારતા કાલોલના બસ સ્ટેશનમાં ધારાસભ્યએ આપી પાણીના બોરની ભેટ

124
0

કાલોલ: 21 માર્ચ


કાલોલ બસ સ્ટેશનમાં પાછલા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાનો વિકટ પ્રશ્ન બની ગયો હતો. કાલોલ શહેરમાં નવા બનેલા આ બસ સ્ટેશનમાં જરૂરી પાણી પુરવઠો પાલિકા દ્વારા ફાળવવામાં આવતો હતો પરંતુ પાલિકાના શિડયુઅલ મુજબ બસ સ્ટેશન વિસ્તારમાં સાંજે પાણી પુરવઠો મળતો હોય એ સમયે બસ સ્ટેશનમાં ફાળવેલી નાની પાણીની ટાંકીમાં પાણી ભર્યા પછી બસ સ્ટેશનમાં આવેલા એસટી ઉપહાર ગૃહ, શૌચાલય અને પીવાના પાણીની પરબ સહિતની જરૂરીયાતોને પગલે સવારે નવ દશ વાગ્યા સુધીમાં પાણી ખલાસ થઈ જતું હતું. જેથી ફરી સાંજે પાણી આવે ત્યાં સુધી આખો દિવસ પાણી માટે વલખાં મારવાં પડતા હતા. ઘણીવાર પ્રવાસીઓને બપોર પછીના સમયે શૌચ જવું હોય તો બોટલમાં વેચાતું પાણી ખરીદીને શૌચ જવું પડે અને પાણીના અભાવે ગંદકી પણ વકરતી જોવા મળે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાતી હતી જેના પગલે ઘણા વર્ષોથી બસ સ્ટેશનના કર્મીઓ, કાલોલ ખાતે સ્ટોપેજ કરતી એસટી બસના કર્મીઓ, મુસાફરોને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા જે સમસ્યા અંગેની એસટી તંત્રને અવારનવારની રજુઆતો અને અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નહોતું પરંતુ પાછલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને કાને રાવ જતાં ધારાસભ્યએ એસટી સ્ટેશનનો સ્પેશ્યલ બોર મંજૂર કરીને ગ્રાન્ટ ફાળવતા મંગળવારે બોરિંગ પ્રકિયા હાથ ધરવામાં આવી ત્યારે એ બોરમાં ભરપુર પાણીની આવક સાંપડતા સૌને વર્ષો જૂની વિકટ બનેલી સમસ્યામાંથી છુટકારો મળ્યો હોય તેવી આનંદની લાગણી ફેલાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કાલોલ બસ સ્ટેશનમાં સફળ થયેલા પાણીના બોર અને પાણીની આવકને પગલે બોર સાથે જરૂરી મોટર, યોગ્ય ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી સહિત વોટર મેનેજમેન્ટ સાથે સ્વચ્છતાનું પણ જતન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અહેવાલ :મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here