Home અંબાજી એલ.સી.બી. બનાસકાંઠાનો સપાટો : વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ને ઝડપ્યા……

એલ.સી.બી. બનાસકાંઠાનો સપાટો : વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ને ઝડપ્યા……

155
0

અંબાજી:૧૯ જાન્યુઆરી


રાજ્યમાં સતત વધી રહેલ નશાખોરી ને રોકવા માટે પોલીસ વિભાગ દિવસ રાત કામ કરી રહ્યું છે,તેમાં પણ રાજ્યની સરહદ વિસ્તારમાં અવારનવાર દારૂની મોટી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન થતો હોય છે, પરંતુ રાજ્ય પોલીસની અસરકારક કામગીરી ને કારણે ઘણા કિસ્સામાં રાજ્યમાં દારૂ ઘુસાડતા પહેલાં જ ઝડપાઈ જવા પામ્તો હોય છે આવી જ એક ઘટના માં બનાસકાંઠા LCB પોલીસની જાગૃતિ સામે આવી છે.

 

ઘટના ની પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રદાનને બાતમી મળી હતી કે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નો મોટો જથ્થો ભરી એક ગાડી બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાંથી પસાર થવાની છે મળેલી બાતમીના આધારે બનાસકાંઠા lcb પોલીસ દ્વારા સતર્કતા દાખવી ને નાકાબંધી કરી mahindra verito ગાડીની અટકાયત કરવામાં આવી હતી. આ ગાડીમાં સવાર ત્રણમાંથી એક ઈસમ ઘટના સ્થળેથી નાસી છુટયો હતો,જ્યારે અન્ય બે ઇસમોને પોલીસે દબોચી લીધા હતા જેમના નામ પૂછતા 1) સુરેશભાઈ ભીખાજી અને 2) જગદીશભાઈ જયંતીભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું તેમની ગાડી માં તપાસ કરતા ગાડી માં બનાવેલા ગુપ્ત ખાનામાં 65 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, પોલીસે ઝડપાયેલા આરોપીઓ ની અંગ ઝડતી કરતા તેમની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો,પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ ની અટકાયત કરીને, વેરીટો ગાડી, મોબાઇલ ફોન, ને દારૂની બોટલો મળી કુલ 2,11,760 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ને ઓપરેશન પાર પાડીને ગણનાપાત્ર કેસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ એલસીબી પોલીસે ફરાર થઇ ગયેલા હબીબભાઈ ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ વગર પાસ પરમીટે એ વિદેશી દારૂની હેરાફેરી કરવા સામે પ્રોહીબ્યુશન ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…


અહેવાલ :અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here