Home સુરત એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન ગયો, મધમાખી કરડતા બેભાન

એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન ગયો, મધમાખી કરડતા બેભાન

126
0
સુરત : 7 માર્ચ

અલથાણમાં આજે સાંજે એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન કમર પર દોરી બાંધીને ગયો ત્યારે તેને મધમાખી કરડતા બેભાન થઇ ગયો હતો. ફાયરજવાનોએ રેસ્કયુ કરીને તેને નીચે ઉતાર્યો હતો અને સિવિલમાં ખસેડયો હતો.

ફાયર અને નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ વાપી અને હાલમાં લિંબાયતમાં નીલગીરી સર્કલ પાસે રહેતો 18 વર્ષીય ચંદનકુમાર કુર્મી તેનો મોટા ભાઇ ચપીનકુમાર અને સંબંધી સાથે આજે સાંજે અલથાણના ભીમરાડ રોડ સિધ્ધી એલેક્સ બિલ્ડીંગના 12માં માળે ગેલેરીમાં મધપૂડામાંથી મધ કાઢવા ગયો હતો.

ચંદનકુમારે કમરના ભાગે દોરી બાંધી હતી અને તે નીચે ન પડી જાય તે માટે તેની સાથે બાંધેલી દોરી ઉપરથી તેના ભાઇ અને સંબંધીએ પકડી હતી. જોકે, અચાકન મધ માખીઓ ચંદનકુમારને કરડી હતી.

બાદમાં દોરી કમરથી ખસીને પેટ પર સરકી ગઇ હતી. જેથી તે બેભાન થઇ જતા તેના ભાઇ સહિતના લોકો ગભરાઇ ગયા હતો. તેઓ દોરી ઉપર ખેંચશે તો તે નીચે પડી જશે એવી બીક હોવાથી તરત ફાયર ઓફિસર હરીશ ગઢવીને જાણ કરતા ફાયરજવાનો ત્યાં દોડી ગયા હતા.

ફાયરજવાનોએ ટી.ટી.એલ લાંબી સીડી ઉપર ચઢીને રેસ્કયુ કરીને તેને સહીસલામત નીચે ઉતાર્યો હતો. જોકે, તે 10 થી 15 મીનીટ લટકી રહ્યો હતો. નીચે ઉતાર્યા બાદ તેને ફાયરજવાનો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

 

મધપૂડામાંથી મધ કાઢવા જતા મધ માખી કરડી અને યુવાન લટકી ગયો
બેભાન હાલતમાં 10 થી 15 મિનિટ લટકતા યુવાનને ફાયર બ્રિગેડે રેસ્કયૂ કરી નીચે ઉતાર્યો

 

અહેવાલ : શોભાના ઘેલાણી, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here