આણંદ: ૬ જાન્યુઆરી
આણંદ સોજીત્રા રોડ પર પીપળાવ ગામ નજીક કારમાં લાગી આગ લાગતા ચકચાર મચી હતી.આ ઘટનામાં આખી કાર આગમાં બળી ને ખાખ થઈ હતી.હાઇવે જામ થઈ ગયો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા ના રહીશ અશરફ દળી મિત્રની GJ-6-DG 2281 BMW કાર લઈને ભાવનગર ધંધાર્થે નીકળ્યા હતા.આણંદ ના સોજીત્રા રોડ ઉપર પુરપાટ ઝડપે જતી હતી.જે દરમ્યાન કારમાં ધુમાડો નીકળતા કારમાં ચાર ચાલક સહિત સવાર વ્યક્તિઓ સમયસુચકતા દાખવી કારમાંથી બહાર નીકળી ગયા હતા.જેથી સદભાગ્યે જાનહાની ટળી હતી.આ અંગે સોજીત્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે