Home અંબાજી અંબાજી ખાતે એન.- માર્ટ પ્લસ મોલ ને લીગલ મેટ્રોલજી પેકેજડ કોમોડિટીઝ રૂલસ...

અંબાજી ખાતે એન.- માર્ટ પ્લસ મોલ ને લીગલ મેટ્રોલજી પેકેજડ કોમોડિટીઝ રૂલસ એક્ટ -૨૦૧૧ ની કલમ ૧૮/૧ હેઠળ બ.કા કચેરી દ્વારા ₹ ૭૫,૦૦૦/- નો દંડ વસૂલ કરાયો…..

135
0
અંબાજી : 23 ફેબ્રુઆરી

N mart plus મોલ અંબાજીને લીગલ મેટ્રોલોજી પેકેજ્ડ કોમોડીટીઝ રુલ્સે – ૨૦૧૧ એક્ટ ની કલમ ૧૮/૧ હેઠળ બનાસકાંઠાની કચેરી દ્વારા રૂપિયા ૭૫૦૦૦-૦૦ નો દંડ વસુલ કર્યો.
અંબાજી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે વર્ષે દહાડે સવા કરોડ ઉપર યાત્રિકો એક જ સ્થળે દર્શન અને આસ્થાને લઈને આવે છે તેઓ એક ગ્રાહક તરીકેની પણ ભૂમિકા ભજવે છે આ યાત્રાળુઓ સાથે છડેચોક છેતરપીંડી થાય છે એટલુજ નહિ પરંતુ ઘર વખારીના સર સામાન વાળાઓ પણ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી લુઝ અને એક્ષપાયરી વાળી આઈટમો પેકિંગમાં પેક કરી કાયદાનું પાલન કરવાનું વિચારતા પણ નથી.
આવી ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજીની ઓફિસે આધાર પુરાવાઓ સાથે ગ્રાહકો સાથે છેતરપીંડી થાય છે તેની વિગત મળતા સત્ય હકીકત છે કે નહીં ? ખાત્રી કરવા ગ્રાહક સલાહ અને સુરક્ષા મંડળના પ્રતિનિધીએ ગ્રાહક બની અંબાજી મુકામે આવેલ N –Mart Plus મોલમાં વસ્તુની ખરીદી કરેલ તો ખરીદેલ પેકીંગ ચીજવસ્તુીમાં લીગલ મેટ્રોલોજી પેકેજ્ડ કોમોડીટીઝ રુલ્સે – ૨૦૧૧ પ્રમાણે સીલબંદ પેકેજો પર સૂચવેલ નિર્દેશોનું પાલન દેખાયેલ બિલકુલ નહિ આવી અનેક વસ્તુઓ હતી જેથી કાયદાનો ભંગ થતો હોય તોલ,માપ,વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી બનાસકાંઠા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાની કલમ 18/1 મુજબ રૂપિયા 75૦૦૦/- હજારનો મોલના માલિક પાસેથી દંડ વસુલ કરી મુદ્દામાલ કબજે લીધેલ છે.
ગ્રાહકોએ પોતે જાગવું પડશે ગ્રાહકો સાથે થતી છેતરપીંડી રોકવા ૧૯૮૬ માં કાયદો બનાવવામાં આવેલ હતો તે કાયદામાં સુધારો કરવા જરૂરી લાગતા ગ્રાહક મંડળોની રજુઆતોને ધ્યાને લઇ ભારત સરકારે સુધારો કરી નવો ગ્રાહક ધારો-૨૦૧૯ બનાવેલ છે હવે ગ્રાહકોએ પોતાના હક્કો ઉપર તરાપ બાબતે જાગવું પડશે અંતે પોતે જે પૈસાની અવેજમાં જે વસ્તુ ખરીદે છે તે તમારી સુરક્ષા કરતુ છે કે નહિ તે ધ્યાને લેવું પડશે .
ગ્રાહક સલાહ અને સુરક્ષા મંડળના પ્રમુખશ્રી વિપુલ ગુર્જરેએ જણાવ્યું હતું કે, લીગલ મેટ્રોલોજી પેકેજ્ડ કોમોડીટીઝ રુલ્સે – ૨૦૧૧ પ્રમાણે સીલબંદ પેકેજો પર નીચે પ્રમાણે ના જરૂરી નિર્દેશનો સુચવેલ છે તે ગ્રાહકોએ વસ્તુઓ ખરીદતા પ્રથમ ધ્યાને લેવા પડશે જેવા કે,
પેકીંગ કરેલ ચીજવસ્તુરનું નામ /ઉત્પા દક પેકરનું નામ, સરનામું /ઉત્પા્દન પેકીંગ કરેલ ચીજ વસ્તુીનો માસવર્ષ પેકીંગ કરેલ ચીજ વસ્તુેનું નેટ વજનનંગમહત્તમ છૂટક વેચાણ કિંમત (તમામ કરવેરા સહિત)કસ્ટમર કેર નંબરemail ID પણ ફરજીયાત દર્શાવવા વિગેરે વિવિધ જોગવાઈઓ તથા ધ્યાનમા રાખવા જેવી બાબતો /પેકેજ ઉપર દર્શાવેલ નિયત જથ્થાજ મુજબનો જથ્થોુ પેક કરવાપેકેજ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ ન લેવાપેકેજ ઉપર કરેલ નિર્દેષનોમાં ચેડા ન કરવાદરેક ચીજવસ્તુવની પેકીંગ સાઈઝ નક્કી કરવાકોઈ પણ ચીજવસ્તુનું તેના વજન અથવા માપમાં પેકીંગ કરવાપેકીંગ કરતા યુનિટોનું રજીસ્ટ્રેરશન કરવા વિગેરે .

 

 

અહેવાલ:  અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here