Home ગીર સોમનાથ સાસણના દેવળીયા પાર્કમાં ઉજળી પટાઈ પક્ષી જોવા મળ્યું

સાસણના દેવળીયા પાર્કમાં ઉજળી પટાઈ પક્ષી જોવા મળ્યું

192
0
જૂનાગઢ : 7 ફેબ્રુઆરી

આમ તો સમગ્ર વિશ્વમાં.9000 થી વધારે જાતિ ના પક્ષી જોવા મળે છે તે પૈકી ના 1200 જેટલા અલગ અલગ જાતિ ના પક્ષી ભારત ના પક્ષી હોય છે અને એમાં ના 400 જેટલા પ્રવાસી પક્ષીઓ ભારત દેશ માં જોવા મળે છે. એમ જ એક પક્ષી બાજ એટલે કે howk જે અત્યારે વિનાશ ના આરે છે ને એને આપણા ભારત માં જોવું એ નસીબ ની વાત છે એમજ એક પક્ષી (pallid harrier_ઉજળી પટાઈ) આમ તો એ દર વરસે આવે છે l.R.k માં અને ભાવનગર (વેળાવદર ) સેંચૂરી માં જોવા મળે છે પણ ગીર અભયારણ્ય માં કોઈ રેકોર્ડ નથી પણ આ વરસે એ g.I.z દેવળીયા માં જોવા માં આવિયું છે દેવળીયા ના ગાઈડ કાતિયા રોજીના એ જોયું છે

સાસણના દેવળીયા પાર્કમાં ઉજળી પટાઈ પક્ષી જોવા મળ્યું
સાસણના દેવળીયા પાર્કમાં ઉજળી પટાઈ પક્ષી જોવા મળ્યું

યૂરોપ, સાઈબીરીયા, ચીન અને હિમાલયની તળેટી જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનુ અંતર કાપીને આવતા પક્ષીઓની ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોના આવતાં હોય છે અને આ અતિ દુર્લભ જાતિના ઉજવણી પટાઈ પક્ષીઓ પાસે ગજબની દિશાસૂઝ હોય છે. તેમના રહેણાંક પ્રદેશમાં શિયાળાની ઋતુમાં થતી હિમવર્ષાના કારણે તેઓને ભોજન મેળવવા માટે તથા પ્રજનન કરવા માટે હજારો માઈલનુ અંતર કાપવુ પડે છે. દરવર્ષની તેમની આ ક્રિયા સહજ જણાય છે. પરંતુ તે વૈજ્ઞાનિકો માટે સંશોધનની વિષય બની ગયો હતો.

પક્ષીઓ જૂનાગઢ વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

યૂરોપ અને સાઈબિરીયા જેવા ઠંડા પ્રદેશમાંથી ઉડીને ગુજરાત સુધી પહોંચી જતાં આ પક્ષીઓ ઉનાળો આવતાં જ પોતાના પ્રદેશમાં પરત ચાલ્યા જાય છે. આ પક્ષીઓને સાત સમુંદર પાર કરવા માટે દિશા કેવી રીતે મળતી હશે, તે સંશોધનનો વિષય છે. પરંતુ જાણકારોનુ માનવુ છે કે, કદાચ તેઓ મેગ્નેટીક ફિલ્ડ અથવા નેવિગેશન ફિલ્ડના લીધે દિશાસૂઝ મેળવવામાં સક્ષમ છે. જોકે, કારણ કોઈ પણ હોય ભાગ્યેજ જોવામળતા ઉજવણી પટાઈ નામના દુર્લભ પક્ષીઓમાં દિશા ઓળખવાની કુદરતી શક્તિ રહેલી છે અને તેથી જ તેઓ દરવર્ષે એક દેશમાંથી બીજા દેશમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.

 

અહેવાલ: વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here