Home પાટણ વારાહીમા ઉધાર આપેલ એસીના નાણા માંગતા વેપારી પર પિસ્તોલ તાકી ધમકી આપી…

વારાહીમા ઉધાર આપેલ એસીના નાણા માંગતા વેપારી પર પિસ્તોલ તાકી ધમકી આપી…

171
0

પાટણ : 5 ઓગસ્ટ



પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ ઇલેક્ટ્રોનિક્સ ની દુકાનવાળા પાસેથી ઉધારમાં લઈ ગયેલ એસીના નાણા વેપારી દ્વારા માગવામાં આવતા દુકાનમાં જઈ વેપારીની છાતી પર પિસ્તોલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સાતલપુર તાલુકા મથક વારાહી ખાતે બ્રહ્માણી ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાથી વારાહીના મલેક રસીદ ખાન હાજી ખાને 1.5 ટન નું એસી ૨૭-૫-૨૦૨૧ના રોજ ઉધારમાં લઈ ગયા હતા. સમય જતા વેપારી દ્વારા એસી ના પૈસાની ઉઘરાણી કરવામાં આવતા વારાહીના આસિફ ઉર્ફે માયા રસુલખાન મલેક નામના ઈસમે વેપારીને ફોન કરી જણાવેલ કે એસી ના પૈસા મારી પાસેથી લઈ લેવાના હવે તમારે રસીદ ખાન પાસે નહીં માગવાના ત્યારબાદ વેપારી દ્વારા આસિફ ઉર્ફે માયાને બાકી રૂપિયાની ઉઘરાણી માટે વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડતો ન હતો જેને લઈને વેપારીએ આસિફ ઉર્ફે માયાને ફોન કરી પૈસાની ઉઘરાણી કરતા પૈસા આસિફને આપવાના છે તેવું જણાવ્યું હતું જ્યારે તા.૯-૭-૨૦૨૨ ના રોજ મલેક આસિફ અને જારુસાવાળો બાબા નામનો ઈસમ દુકાન પર આવેલા અને તારે અમારી પાસે પૈસા માગવા નહીં તેવી તને ના પાડેલી છતાં તું કેમ માંગે છે એમ કહી ઉશ્કેરાઈ ગયેલા આસિફ ખાને વેપારીને બેફામ ગાળો બોલી વેપારીને છાતીમાં પિસ્તોલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા.

ઘટનાને પગલે વેપારીઓમાં સામાજિક તત્વોના કારણે ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ સામાજિક આગેવાન હર્ષદભાઈ ઠક્કરે પોલીસને કરતા પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here