સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ગત રાત્રીના સમયે લીંબડી ગાયત્રી મંદિર સામે, તળાવ કાંઠે આવેલી ચામુંડા હાર્ડવેરની દુકાનમાં શટરના તાળા તોડીને ચોર દુકાનમાં ઘુસ્યા હતા અને ચોરીનો બનાવ પામ્યો છે. આ બાબતે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે દુકાનમાં લગાડેલા ઓનલાઈન કેમેરો અને મેમરી કાર્ડ સાથે તેમજ આશરે રૂપિયા 4000થી વધુ રોકડ રકમ લઈ તસ્કરો નાસી છૂટ્યા હતા. ત્યારે લીંબડીમાં અવારનવાર એસ.ટી. બસ સ્ટેન્ડમાં પાકીટની ચોરીના બનાવ પણ સામે આવ્યા છે. આ ઘટના અંગે લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.