Home પાટણ પાટણમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયેલ શસ્ત્ર પ્રદર્શન માં ગુજરાત પોલીસના શસ્ત્રોએ...

પાટણમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયેલ શસ્ત્ર પ્રદર્શન માં ગુજરાત પોલીસના શસ્ત્રોએ આકર્ષણ જમાવ્યું….

213
0
પાટણ : 1 મે

ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા પાટણ પોલીસ હેડ કોટર ખાતે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે બીજા દિવસે ગુજરાત પોલીસના અધ્યતન અને આધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મુકાતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા મથક પાટણ ખાતે થઇ રહી છે ત્યારે પાટણના નગરજનો અને યુવાનો માં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થાય તથા જિલ્લાવાસીઓ ભારતીય સૈન્ય અને ગુજરાત પોલિસ પાસે રહેલ શસ્ત્ર – સરંજામ થી વાકેફ થાય તે હેતુથી પાટણ પોલીસ હેડ કવાટર્સ ખાતે ત્રિદિવસીય આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે . રાજ્યની સલામતી અને ખતનાક ગુનેગારોને પકડવા તેમજ આતંકવાદી હુમલા વખતે પોલીસ જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ભારતીય અને વિદેશી હથિયારો જેવાકે માસમેન , બૉમ્બ ડિસ્પોઝ સ્કોર્ડ , એટીએસ , મરીન પોલીસ , ચેતક કમાન્ડોના અધ્યતન અને આધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મુકાયા હતા . પ્રદર્શન ની મુલાકાતે આવતા લોકોને પોલીસ જવાનો દ્વારા હથિયારો અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી . જિલ્લા પોલીસ હેડ કોટર ખાતે કાર્યરત ત્રિદિવસીય પ્રદર્શન માં બીજા દિવસે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કામગીરી અંગે નો સ્ટોર પણ ઉભો કરાયો હતો જેમાં આપત્તિ સમયે ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેવી રીતે કામગીરી કરી લોકોને બચાવવામાં આવે છે તે અંગેની પણ માહિતી નગરજનોને આપવામાં આવી હતી .

ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગરના ડીવાયએસપી P G ધારૈયા એ જણાવ્યું હતું કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ હેડ કવાટર્સ ખાતે શસ્ત્ર પ્રદર્શન શરૂ કરવામાં આવ્યુ છે . આ પ્રદર્શનમાં એડવાન્સ વેપન અને અસાલ્ડ વેપન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે આ શસ્ત્રો ખતરનાક ગુનેગારો કે આતંકવાદી હુમલા થાય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત એકત્ર થયેલા ટોળાંમા લોકોના શરીરમાં ઓછી ઇન્જરી થાય અને કંટ્રોલ કરી શકાય તે માટે ઉપયોગમાં લેવાતી લેસલેથલ વેપન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે .

અહેવાલ:ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here