પાટણ : 11 મે
પાટણ ખાતે એક કોમર્શિયલ શોપિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વિભાગમાં બની રહેલ દિવાલ ધરાશાયી થતાં મહિલા મજૂરો દડાતા એક મહિલાનું મોત અને અન્ય બે મહિલાઓ ગંભીર ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી . ઘટનાના પગલે મજૂરોના પરિવારમાં શોકની લાગણી સાથે આક્રોશ જોવા મળ્યો હતો.
પાટણ શહેરના હાંસાપુર લિંક રોડ ઉપર રોટલીયા હનુમાન મંદિર સામે બની રહેલા ટ્રાયએગલ કોમ્પલેક્ષમાં મંગળવારે બપોરના સમયે ત્રણ મહિલાઓ અંડરગ્રાઉન્ડ બાંધકામ થઇ રહેલી જગ્યાઓ ઉપર પાણી પીને આરામ કરી રહી હતી . તે દરમિયાન બાજુમાં ઉભી કરેલી 10 ફૂટની સિમેન્ટ અને ઇટની દિવાલ ધરાસાઈ થતાં નીચે બેઠેલી ત્રણ હિલાઓ કાટમાળમાં દટાઈ ગઈ હતી . ઘટનાના પગલે કામ કરી રહેલા અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને દીવાલનો કાટમાળ ખસેડી તેમણે મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી . જેમાં દાહોદની 42 વર્ષની વનીતાબેન બુહા નામની મહિલા મજૂરની ગંભીર હાલત થતાં તેનું મોત થવા પામ્યું હતું.
આ ઉપરાંત સાથે રહેલ અન્ય બે મહિલા મજૂરોને પણ ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે ધારરપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા . જ્યાંથી વધુ સારવાર માટે પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે . ત્યારે ઘટનાના પગલે ત્રણ મહિલાના પરિવારો બાંધકામ સ્થળ પર દોડી આવ્યા હતા અને બિલ્ડર સામે ઘટના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો . આ મામલે હાલમાં સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોય કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.