Home ક્ચ્છ ખીરસરા (વિં) ગ્રામજનો દ્વારા આઝાદી ના‌ અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા...

ખીરસરા (વિં) ગ્રામજનો દ્વારા આઝાદી ના‌ અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ની જાગૃતિ માટે તિરંગા રૈલી કાઢવામાં આવી

163
0

કચ્છ: 15 ઓગસ્ટ


કચ્છ મોરબી ના આદરણીય સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ અબડાસા તાલુકાના ખીરસરા વિં ગામ મદયે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા દ્વારા અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી રજાક ભાઈ હિંગોરા અને ગામ ના ઉપસરપંચ આદમભાઈ હિંગોરા દ્વારા પોતાના ગામ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની અપિલ ને માન આપી ને હર તિરંગા લગાવવા માટે ની જાગૃતિ લાવવા માટે ખાસ તિરંગા યાત્રા રૈલી કાઢવામાં આવી હતી જેમાં ખીરસરા વિં પ્રાથમિક શાળા ના આચાર્ય સુરેખા બેન ઝાલા તેમજ શાળા ના સ્ટાફ અને શાળા ના સમગ્ર બાળકો તેમજ ગામ ના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ગીતો તેમજ આઝાદી સમય ના નારાઓ લગાડવામાં આવ્યા હતા ગામ ની દરેક ગલીઓમાં વડીલો એ આવકાર આપ્યો હતો
આ પ્રસંગે અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ રજાક ભાઈ હિંગોરા અને ગામ ના ઉપસરપંચ આદમભાઈ હિંગોરા અને મહેશ્વરી સમાજ ના પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી અને ગ્રામ પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન રમેશભાઈ મહેશ્વરી તેમજ હિંગોરા સમાજ ના આગેવાન હાજી જકરીયા હિંગોરા અને ઈબ્રાહિમ હિંગોરા, સલીમભાઈ હિંગોરા અને ઈકબાલભાઈ તુર્ક અને ગ્રામ્ય પંચાયત ના સદસ્યો હારૂન હિંગોરા અને કાદર હિંગોરા અને સલાઉદીન અને પ્રાથમિક શિક્ષક અશ્વીન સાહેબ તેમજ વાઘેલા બહેન સહિત તમામ આગેવાનો જોડાયા હતા
સમગ્ર વ્યવસ્થા અવૈશ હિંગોરા તેમજ અનવરહુસૈન હિંગોરા એ કર્યો હતો તેમજ સંચાલન હાજીઆદમ હિંગોરા અને હાજી દાઉદ હિંગોરાએ કર્યો હતો તેમ ગામ ના વ્યાપારી અગ્રણી ગનીભાઇ હિંગોરાએ જણાવ્યું હતું

અહેવાલકૌશિક છાયા કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here