Home આણંદ ઉમરેઠ વિદ્યર્મીઓના કરતૂતના વિરોધમાં સ્વયંભૂ બંધ, બજારોમાં છવાયો સન્નાટો…

ઉમરેઠ વિદ્યર્મીઓના કરતૂતના વિરોધમાં સ્વયંભૂ બંધ, બજારોમાં છવાયો સન્નાટો…

94
0
ઉમરેઠ

આણંદના ઉમરેઠમાં ગત શનિવારે હિન્દુ કિશોરી સાથે કેટલાંક વિધર્મી યુવકોએ છેડતી કરવાની ઘટના બની હતી. જે બાદ પોલીસે ગુનો ન નોંધી બનાવના પ્રત્યાઘાતને સામાન્ય અથડામણમાં ખપાવવાની નિતી સામે હિન્દુ સંગઠનોએ મંગળવારે ઉમરેઠ બંધનું એલાન આપ્યું હતું. ઉમરેઠમાં સવારથી જ બજારો સદંતર બંધ રહ્યા હતા. શહેરના માર્ગો પર ફર્યા ત્યારે કેટલાંક વેપારીઓએ ૩ વાગ્યે બંધ કરવાની અસમંજસમાં હોય તેમ જણાતું હતું.

મોટાભાગના દુકાનદારો, વેપારીઓએ સવારથી પોતાના લારી-ગલ્લાં દુકાનો બંધ રાખી હતી. ચાલુ દિવસોમાં લગભગ 11 વાગ્યા પછી જે વિસ્તારમાં ભીડ જામતી હોય, પગપાળા જતા પરસેવે રેબઝેબ થઈ જવાય તે વિસ્તારમાં આજે કાર લઈને પણ સરળતાથી પસાર થઈ શકો તેવો સન્નાટો જોવા મળતો હતો. સ્વયંભૂ બંધમાં નાના-મોટા તમામ વેપારીઓ જોડાયા હતા. એક તરફ બંધને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ લાગતું હતું.

જિલ્લા પોલીસનો કાફલો સવારથી જ એક્શન મોડમાં જોઈ શકાતો હતો. ત્યારે જિલ્લા પોલીસવડાએ વિઝીટ લઈ તમામને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી હતી. સાઈરન વગાડતી પોલીસની ગાડીઓ સમગ્ર ઉમરેઠમાં આખા દિવસ દરમ્યાન પેટ્રોલિંગ કરતી નજરે પડતી હતી. જેને પગલે સમગ્ર દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. બીજી તરફ બપોરે હિન્દુ સંગઠને જાહેર કરેલા બાર ગામ પટેલ વાડીમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો તથા બહેનો હાજર રહી હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે ઉમરેઠ મામલદાર ઓફિસ માં જઈ આવેદન આપી સમગ્ર ઘટનામાં સઘન કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here