Home પાટણ HNG યુનિવર્સીટીએ 92 કોલેજો સામે 13 પ્રાધ્યાપકોને માન્યતા આપતા વિવાદ…..

HNG યુનિવર્સીટીએ 92 કોલેજો સામે 13 પ્રાધ્યાપકોને માન્યતા આપતા વિવાદ…..

182
0
પાટણ : 20 ફેબ્રુઆરી

પાટણ સ્થિત ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા અધ્યાપકોની પૂરતી સંખ્યામાં ભરતી વગર જ એક વર્ષમાં ફાયર સેફટીની ૨૫ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ૬૦ કોલેજો મળી કુલ ૯૨ કોલેજોને મંજુરી આપવામાં આવી હોવાનો આર.ટી.આઇ.ની માહિતીમાં ઘટસ્ફોટ થતા ભારે ખળભળાટ મચ્યો છે . આ ૯૨ કોલેજોમાં અત્યાર સુધીમાં ૯ ટયુટર અને ૩ મંજુરી પ્રાપ્ત પ્રાધ્યાપક મળી કુલ ૧૩ જ પ્રાધ્યાપકની ભરતી કરાઇ છે . આર.ટી.આઇ. થકી આ સમગ્ર માહિતી બહાર લાવનાર પૂર્વ સેનેટ સભ્ય અને કાયદાના અધ્યાપક ડો . હેમંત પટેલે ઉ.ગુ.યુનિવર્સિટીના આ બોગસ કોલેજ કૌભાંડ મામલે રાજ્ય સરકાર ઉંડાણપૂર્વક તપાસ કરે તેવી માંગણી કરી સ્કોલરશીપ થકી લાખો રૂપિયાનો સરકારને યુનો લાગ્યાનો આક્ષેપ કર્યો છે . તો અધ્યાપકોની પૂરતી સંખ્યા વગર યાલતી આ કોલેજો ભવિષ્યમાં ગુજરાત અને દેશની પ્રજાના સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે તેવો આક્ષેપ ક્યોં હતો .

 

પાટણ યુનિવર્સિટી RTI માં જે માહિતી આપી છે તે ખૂબ જ ચોંકાવનારી અને ભવિષ્યમાં ગુજરાતની અને દેશની પ્રજાના સુરક્ષા સામે પ્રશ્નાર્થ છે . હાયર સેફ્ટીની કોલેજમાં યુનિવર્સિટીએ કાયમી માન્યતા આપી હોય તેવા અધ્યાપક નથી . એક કોલેજમાં માત્ર એક ટ્યુટર માન્યતા આપી છે .સેનેટરી ઇન્સ્પેક્ટર માં પણ પણ પૂર્ણ લાયકાત ધરાવતા અધ્યાપક નથી ત્રણ અધ્યાપકો છે જે પણ પૂર્ણ લાયકાત ધરાવતા ન હોવાને કારણે કામયલાઉ માન્યતા આપી છે . અને આ ૬ કોલેજોમાં ૯ ટ્યુટર છે .અભ્યાસક્રમ એક વર્ષનો છે અને તેની પરીક્ષા આગામી એપ્રિલ – મે માસમાં લેવામાં આવશે યુનિવર્સિટી દ્વારા આસ્ટીઆઇમાં જણાવ્યા મુજબ ૯૨ કોલેજોમાં ટ્યુટર અને અધ્યાપક મળી કુલ ૧૩ અધ્યાપકની જ માન્યતા આજ સુધી યુનિવર્સિટીએ આપી છે.આવી સ્થિતિમાં આ કોલેજમાં કેવું શિક્ષણ કેવી તાલીમ વિદ્યાર્થીઓને મળી શેતે વિચાર માંગી લેતો પ્રશ્ન છે.

 

આવા વિદ્યાર્થી પર કૌભાંડ જ કરે અને જ્યારે સરકારી નોકરી મેળવશે કે કોઈ પ્રાઇવેટ સંસ્થામાં જોડાશે ત્યારે કોઈ દુર્ઘટના બને તે સમય નિર્દોષ લોકોનું શું ??? આવા લોકોના હાથમાં દેશ અને રાજ્યની પ્રજા કેટલી સુરક્ષિત ??? સુરતના તક્ષશિલા અગ્નિકાંડ સમય સીડી નહોતી ખુલી અને દીકરી અને ટીકાઓ છલાંગો માટી મારીને મોતને ભેટયા હતા .

કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ ન હોવા છતાં યુનિની કોઈ કમિટી દ્વારા પોઝિટિવ થ્થુિ આપી કોલેજો મંજૂરી માટેનો રિપોર્ટ આપતા યુનિવર્સિટીની કારોબારી દ્વારા તમામ કોલેજો મંજૂર કરી દેવામાં આવી છે અને હાલમાં કાર્યરત પણ છે . ત્યારે નનઈના ધારા ધોરણ મુજબ નિયમો અનુસાર સુવિધાઓ અને સ્ટાફ ન હોવા છતાં કોલેજોને મંજૂરી આપવામાં આવી કઈંઈ કમિટી અને કારોબારી બેઠક દ્વારા ગે.કા મંજૂરીઓ આપી ગેટીતિ આચવામાં આવી હોવાના આક્ષેપ આઈટીઆઈ કરનાર યુનિના હેમંત પટેલ દ્વારા કવામાં આવ્યાં હતાં.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here