Home પંચમહાલ જીલ્લો G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી

G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી

227
0

G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત બન્યું હોવાથી સમિટના ભાગરૂપે ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે. જેને લઇને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જન ભાગીદારી બને તેવા હેતુથી G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મંગળવારે કાલોલ પાલિકા દ્વારા સવારે ૮:૩૦ કલાકે G-20 સિટિવોક (મેરેથોન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલોલ કોલેજના ૧૨૫થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

કાલોલ નગરના તિરંગા ચોક ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ લીલી જંડી આપીને મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું જે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કોલેજ સુધી મેરેથોન દોડ યોજવામાં આવી. કાલોલ નગરના સીટી વોક કાર્યક્રમમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત કાલોલ પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય અને ચીફ ઓફિસર હિરલ ઠાકર, કાલોલ કોલેજના આચાર્ય ડો. કિશોર વ્યાસ સહિતના પ્રાધ્યાપકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here