Home આણંદ આણંદમાં નાણા ઉપાડવા ગયેલા વૃદ્ધનો પીન નંબર મેળવી 49 હજાર ઉપાડી લીધા

આણંદમાં નાણા ઉપાડવા ગયેલા વૃદ્ધનો પીન નંબર મેળવી 49 હજાર ઉપાડી લીધા

132
0

આણંદ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા વૃદ્ધનું એટીએમ કાર્ડ રીસેટ કરાવવાનું જણાવી ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી લઈ તેમનો પીન નંબર જાણી લઈ તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 49 હજાર ઉપાડી લીધા હતા.

આણંદ શહેરની બોરસદ ચોકડી સ્થિત લક્ષ્મી નારાયણ સોસાયટી ખાતે 68 વર્ષીય મંગળભાઈ સોમાભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. તેઓ નિવૃત્ત જીવન વિતાવે છે. તેમના પેન્શનનો પગાર બેંક ઓફ બરોડામાં જમા થાય છે. ગત શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેઓ આણંદ સ્ટેશન રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. એ સમયે રૂમમાં એક અજાણ્યો શખસ ત્યાં ઊભો હતો. તેણે વૃદ્ધને પહેલાં તમે પૈસા ઉપાડી લો તેમ કહ્યું હતું. જેથી મંગળભાઈએ તેમની પાસેનું એટીએમ કાર્ડ મશીનમાં નાંખી પૈસા ઉપાડવા માટેનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તેમનાથી પૈસા ઉપાડી શકાયા નહોતા. એ સમયે રૂમમાં ઊભેલા શખસે તમારૂં એટીએમ કાર્ડ રીસેટ થયેલું નથી, તમારૂ એટીએમ કાર્ડ રીસેટ કરવું પડશે તેમ કહી તેમને એટીએમ કાર્ડ મશીનમાં નાંખવા જણાવ્યું હતું. એ પછી અજાણ્યા શખસે કહેલી તમામ વિગતો જેમાં ખાતા નંબર નાખવા જણાવતા પોતાનો ખાતા નંબર નાખ્યો હતો. ત્યારે મોબાઇલમાં એક ઓટીપી નંબરનો મેસેજ આવ્યો હતો. જે ઓટીપી મશીનમાં નાખતા પીન નંબર તેમજ મોબાઈલ નંબર નાખવા જણાવતા મંગળભાઈ ચૌહાણે મોબાઈલ નંબર અને પીન નંબર નાખ્યો હતો.

પરંતુ પૈસા ઉપડ્યા ન હતા. બીજા એટીએમ મશીનમાં કાર્ડ નાખતા કાર્ડ ડિફોલ્ટ બતાવતું હતું. જેથી તેઓ બેન્કમાં ગયા હતા. દરમિયાન, બેન્ક કર્મીએ તેમની પાસે જે એટીએમ કાર્ડ હતું તે કોઈ અજાણ્યા શિવ પ્રકાશ નામના વ્યક્તિનું હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, તેમના મોબાઇલમાં રૂપિયા 49820 રૂપિયા ઉપડી ગયા હોવાનું મેસેજ આવતાં તેમણે આ મામલે આણંદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here