Home પાટણ પાટણમાં મહિલાઓએ સામૂહિક રીતે ઋષિ પાંચમ વ્રતની કરી ઉજવણી…

પાટણમાં મહિલાઓએ સામૂહિક રીતે ઋષિ પાંચમ વ્રતની કરી ઉજવણી…

151
0

પાટણ : 1 સપ્ટેમ્બર


પાટણના વિવિધ મંદિરો અને પવિત્ર સ્થળો ઉપર આજે મહિલાઓએ સામૂહિક રીતે ઋષિ પાંચમ અંતર્ગત સપ્તઋષિની પૂજા કરી નદીમાં સ્નાન કરી વ્રતની ઉજવણી કરી હતી.

હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક ઉત્સવો અને વિવિધ વ્રતો નું અનેરૂં મહત્વ સમાયેલું છે. ત્યારે ભાદરવા સુદ પાંચમ સામાપાચમ કે ઋષિ પાંચમ તરીકે ઓળખાય છે. વર્ષ દરમિયાન રજસ્વલ્લા સમયે મહિલાઓ દ્વારા જાણે અજાણે થતા પાપનું નિવારણ કરવા માટે દર વર્ષે મહિલાઓ ઋષિ પાંચમની ઉજવણી કરે છે. આ વ્રતમાં સપ્તઋષિની પૂજા નું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે પાટણના વિવિધ મંદિરો અને જળાશયો ધરાવતા પવિત્ર સ્થળો પર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહિલાઓને સપ્તઋષિની પૂજા કરાવી દશ પ્રકારના સ્નાનનું મહત્વ સમજાવી વિધિ કરવી હતી
મહિલાઓએ શ્રદ્ધા પૂર્વક પૂજા વિધિ કરી પોતાનું અને પરિવારજનોનું આરોગ્ય તંદુરસ્ત રહે અને ઘરમાં સુખ શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી.

પાટણ શહેરમાં બગેશ્વર મંદિર, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખંડોબા મહાદેવ, મંદિર સહિત અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ઋષિ પાંચમની પૂજાઓ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી તો આ વ્રતમાં જ્ઞાનનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે ચાલુ વર્ષે સરસ્વતી નદીમાં પાણી આવતા મહિલાઓએ અહીં સ્નાન કર્યું હતું

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here