સુરેન્દ્રનગર: 27 ઓગસ્ટ
હાલો….ને માનવિયું તરણેતરના મેળે રે …..
તા. 30 ઓગષ્ટથી 2 સપ્ટેમ્બર સુધી યોજાનારા ચાર દિવસના મેળાના આયોજન માટે જિલ્લા તંત્ર સજ્જ
તરણેતરીયા મેળાને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે, અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદિર મંધાતા એ બંધાવ્યું હતુ. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલી છે, જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલો છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો
થાનગઢ તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શકયતા છે. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે, પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો.
તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે
આ તરણેતર મંદિરનો ઘાટ જૂનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે. મંદિરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે.
શિલ્પકલાનો વારસો સચવાયેલો હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલુ છે
આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે, જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદિરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલો હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલુ છે.
દેશ-વિદેશના પ્રવાસીઓ આવશે
સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં તરણેતરનો ભાતીગળ મેળો વિશ્વ વિખ્યાત છે. ત્યારે આવતીકાલથી શરુ થનારા આ મેળાને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને લાખોની સંખ્યામાં દેશ સહીત વિદેશમાંથી લોકો મેળો માણવા ઉમટી પડશે અને સમગ્ર માહોલ હાલો….ને માનવિયું તરણેતરના મેળે રે …..ના નાદ સાથે ગુંજી ઉઠશે.
આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈને તરણેતરને ગંગા અને હરીદ્વાર માનીને તરણેતરમાં આવેલા ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાંનુ પુણ્ય માને છે. આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200-200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ તેની મજા અલગ જ હોય છે.
તરણેતરનો મેળો એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો એ ભક્તિનો મેળો છે
સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. જો તમે પણ તરણેતરના મેળાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો સાથે તરણેતરના મંદિરની મુલાકાત લેવાનું પણ ચૂકશો નહીં.
અધિકારીઓએ તરણેતર મેળાના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષોથી કોરોના લોકડાઉનને લઈને આ મેળો યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો હાઉ ઓછો થતા ફરીથી વિશ્વ વિખ્યાત મેળો યોજાવા જઈ રહ્યો છે. અને અધિકારીઓએ મેળાના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તરણેતરનો મેળાનું આયોજન શરુ કરી દેવામાં આવ્યું છે. તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તરણેતર ખાતે સ્થાનિક અધિકારી અને સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓએ તરણેતર મેળાના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે દર વર્ષે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા
એક લોકવાયકા મુજબ પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતુ. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે દર વર્ષે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા છે. તરણેતરનો મેળો એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો એ ભક્તિનો મેળો છે.
આ મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે
અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. આ મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈને તરણેતરને ગંગા અને હરિદ્વાર માનીને તરણેતરમાં આવેલા ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કૂંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પૂણ્ય માને છે.
તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ
તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. જેમાં સામ સામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200-200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. તેની મજા અલગ જ હોય છે. આ લોકમેળામાં ગુજરાત સહીત દેશ અને વિદેશમાંથી પણ લોકો મેળાની મજા માણવા ઊમટી પડે છે. ત્યારે ચાર દિવસ ચાલનારા આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને રાસ-ગરબા સ્પર્ધાનું પણ આયોજન અલગ-અલગ દિવસે કરવામાં આવ્યું છે.
તરણેતરના ભાતીગળ મેળાને ધ્યાને લઇ વહીવટી તંત્ર સજ્જ બન્યું
આ સિવાય પાર્કિંગ, એસ.ટી.બસ સહીતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ જિલ્લામાં રોગચાળાની દહેશતને પગલે આરોગ્ય તંત્ર દ્વારા પણ મેળામાં આવતા દરેક લોકોને ચેક કરી જરૂરી તપાસ અને માસ્ક આપ્યા બાદ જ મેળામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, તંત્ર દ્વારા તરણેતરના ભાતીગળ મેળાને ધ્યાને લઇ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આ વર્ષે તરણેતરનો મેળો ભરવા માટેની બેઠક મળી હતી. જેમાં અધિકારીઓ તેમજ કલેકટરની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો હતો. અને આ વર્ષે તરણેતરનો મેળો આનંદ સાથે ઉજવાશે તેવું જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ સહિતના સરકારી વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 30 ઓગષ્ટથી 2 સપ્ટેમ્બર સુધી એમ ચાર દિવસ તરણેતરનો મેળો યોજાશે. તરણેતરના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં દેવામાં આવ્યો છે.