Home પાટણ સિધ્ધપુર ના મુડાણા ગામેથી LCB અને SOG પોલિસે નકલી આરસીબુક નું...

સિધ્ધપુર ના મુડાણા ગામેથી LCB અને SOG પોલિસે નકલી આરસીબુક નું નેટવર્ક ઝડપાયું…

190
0

પાટણ : 5 મે


પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામેથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ નું પાર્સિંગ ધરાવતા વાહનોની નકલી આરસીબુક બનાવવાના ચાલતા નેટવર્કનો પાટણ એલસીબી અને એસઓજી પોલીસની ટીમોએ સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો છે અને કમિશનથી વાહનો લે-વેચના ધંધા સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લઈ પ્રિન્ટર અલગ-અલગ આરટીઓ કચેરીના અધિકારી ની સહીવાળા અલગ-અલગ વાહનોની આરસીબુક સહિત કુલ રૂ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય એક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણ એલસીબી અને એસઓજીની પોલીસની ટીમો ગત રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ ડીઆર ચૌધરીને માહિતી મળી હતી કે સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે રહેતા અને કમિશન થી વાહન લે વેચ નો ધંધો કરતા મોમીન અશફાક અબદુલભાઇ બેંક કે ફાઇનાન્સ કંપનીએ સીઝ કરેલ વાહન કોઈ પાર્ટી ને વેચાણ અપાવી તે વાહન , વાહન ખરીદનાર નામે કરાવી આપવાની જવાબદારી લઇ કોઈપણ રીતે અલગ અલગ આરટીઓ કચેરીની અલગ-અલગ વાહન માલિકો ના નામની તેમજ અલગ અલગ આરટીઓ કચેરીના સહીવાળા વાહનોની આરસીબુકો મેળવી તેના ઉપરનું લખાણ થ્રિનર વડે દૂર કરી આ વાહનનું ઓનલાઇન ગુજરાત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓથોરિટીના ફોન નંબર 24 મેળવી તેમાંથી વાહનોની વિગતો મેળવી તે વિગતો પ્રિન્ટરમાં સેટ કરી અસલ આરસી બુક જેવી ખોટી આરસી બુક બનાવી જે તે આરટીઓ કચેરી ખાતે અસલ આરસીબુક તરીકે રજૂ કરી તેના આધારે વાહન ખરીદનારના નામે નવી આરસીબુક મેળવી તગડી રકમ મેળવી સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે મુડાણા ગામે અસફાકના ઘરે ઓચિંતી રેડ કરી તપાસ કરતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો અને તપાસ દરમિયાન રંગીન સ્માર્ટ પ્રિન્ટર,અલગ-અલગ આરટીઓ કચેરીના અધિકારી ની સહી વાળી વાહનની આરસી બુક નંગ 10 ,વાહનનું ઓનલાઇન ગુજરાત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓથોરિટીના ફોર્મ નંબર 24 નંગા 8 એક આઈફોન,થ્રિનર મળી કુલ રૂપિયા 40 025 નો મુદ્દામાલ જપ્ત કરી મોમીન અશફાક ની ધરપકડ કરી હતી. તેમજ આ સમગ્ર નેટવર્ક ચલાવવાની ટેકનીક શીખવાડી આરસીબુકો આપનાર આરટીઓ એજન્ટ તરીકેની કામગીરી કરનાર માકણોજીયા તારીફ અબ્દુલ હમીદ રહે.રજોસણા તાલુકો વડગામ વાળા સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર નેટવર્ક ના પર્દાફાસ ની માહિતી આપતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે મોમીન અશફાક કમિશન થી વાહન લે વેચ નો ધંધો કરતો હતો. જ્યારે સહ આરોપી માકણોજીયા તારીફ આરટીઓ એજન્ટ નું કામ કરતો હતો આથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા તે દરમિયાન ડુપ્લીકેટ આરસી બુક બનાવવાની ટેકનીક શીખવાડી હતી અને સીઝરોપાસેથી કમિશન થી વેચાવેલ વાહનની ઓરીજીનલ આરસી બુક ન હોય તો આરટીઓ ફોર્મ નંબર 24 મેળવી અને બીજા અન્ય અસલ આરસીબુક છળકપટથી મેળવી તે આરસીબુકો ઉપર લખેલ લખાણ થીંનરથી દૂર કરી તેની જગ્યાએ મૂળ માલિકોના નામે ફોન નંબર 24 થી મેળવેલ માહિતી ના આધારે પ્રિન્ટર માં લખાણ સેટ કરી આરસીબુક પ્રિન્ટર માં નાખી તેમાં પ્રિન્ટ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા.

આ મામલે સિદ્ધપુર પોલીસે આઈપીસી કલમ 465 467 468 471 474 120 બી ચૌધરી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here