સુરેન્દ્રનગર : 26 એપ્રિલ
– કચ્છ, ધ્રાંગધ્રા અને પાટડી સહિતના ગામો તરજ જવા માત્ર એક જ પુલ છે
સુરેદ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલા પુલ ઉપર વહેલી સવારે છ ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે.જેને લઈને ભયના ઓથાર વચ્ચે વાહનચાલકોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. ત્યારે સુરેદ્રનગર શહેરના કચ્છ, ધાંગધ્રા અને પાટડી ગામ તરફ જવા માટે એકમાત્ર આ પુલ આવેલો છે. તેના ઉપર 5 ફૂટનું વહેલી સવારે ગાબડું પડી જવા પામ્યું છે. ત્યારે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ પુલ પર ગાબડું પડતા જોવા મળી રહી છે. સુરેદ્રનગર શહેરમાં અનેક પુલો તથા ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં બની ચૂક્યા છે. ત્યારે સુરેદ્રનગર શહેરના ટાવર ચોકથી લઇ અને રતનપર સુધીના જોડતા પુલ ઉપર પણ મોટા ગાબડાઓ પડી જવા પામ્યા છે. ત્યારે વધુ એક ગાબડું દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલા પુલ ઉપર ગાબડા પડ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે.
ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પુલ પર ગાબડાં પડતાં પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ જવા પામ્યો છે. આ મામલે ટ્રાફિક પોલીસને જાણકારી થતા ઘટનાસ્થળે ટ્રાફિક પોલીસ દોડી ગઈ છે. અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધાંગધ્રા અને પાટડી તરફ જવા માટે માત્ર એક ઓવર બ્રિજ શહેરી વિસ્તારમાંથી નીકળતો હોય અને તેના ઉપર જ 5 ફૂટનું ગાબડું પડી જતા ભયના ઓથાર વચ્ચે લોકોને પસાર થવા માટે મજબૂર બની રહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ બન્યાને વર્ષો થઈ ગયા ત્યારબાદ તેની જાળવણી પાછળ કોઈપણ જાતનો ખર્ચ કરવામાં આવ્યો ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને પુલ ઉપરથી પસાર ન થવા તેમજ વાહન ચાલકોને સલામત રીતે વાહન ચલાવવા તાકીદ કરી રહી છે. ત્યારે છ ફૂટનું ગાબડું પડી જતા નીચેથી કેનાલ પણ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલ નવીનીકરણ અથવા રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
જ્યાં ગાબડું પડયું છે તેની નીચેથી 30 ફૂટની કેનાલ પસાર થઇ રહી છે
સુરેન્દ્રનગર શહેરની દુધરેજ કેનાલમાંથી ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે કેનાલ ઉપર પુલ બાંધી અને વાહનચાલકોને અવરજવર કરવા માટે 20 વર્ષ પહેલા આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે 20 વર્ષથી વધુ સમયથી આ પુલ આવેલો છે તે હાલ જર્જરિત બની ચૂકયો છે અને તેના ઉપર છ ફૂટનું ગાબડું પડયું છે. તેની નીચે 30 ફૂટની કેનાલ પાણીથી છલોછલ ભરેલી છે. જો એ ફૂટશે તો અનેક લોકોના જીવ હોમાઈ જશે, તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. ત્યારે હવે તંત્ર તાત્કાલિક ધોરણે આ પુલ બંધ કરાવી અને નવીનીકરણ હાથ ધરે તે જરૂરી છે.
એસટી બસો ,એમ્બ્યુલન્સ સહિતના વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા
સુરેન્દ્રનગર શહેરની દુધરેજ કેનાલ ઉપર પસાર થઈ રહેલા પુલ ઉપર છ ફૂટ જેટલુ ગાબડુ પડી જતા પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફીક જામ સર્જાઇ જવા પામ્યો છે. જેમાં એસટી બસો અને એમ્બ્યુલન્સ સહિતની સેવાઓ છે. અને તેમાં ઉપયોગમાં આવતા વાહનો પણ ફસાઈ જવા પામ્યા છે. ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ સલામતીથી વાહનચાલકોને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આવશ્યક ચીજવસ્તુના વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા સમયસર સ્થળ ઉપર પહોંચવા પામ્યા નથી. એમ્બ્યુલન્સમાં જ ડોક્ટરી ટીમો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. ત્યારે એસટી બસો પણ સમયથી મોડી પહોંચી રહી છે.
20 વર્ષ પહેલાંનો આ પુલ કેનાલ નીચેથી જર્જરીત
સુરેન્દ્રનગર શહેરની દુધરેજ તેના ઉપરથી પસાર થઇ રહેલો પૂલ સવારે બેસી જવા પામ્યો છે. અને જર્જરિત હાલતમાં બની ચૂક્યો છે. ત્યારે 20 વર્ષ પહેલા દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલો પુલ બનાવવામાં આવ્યો હતો. અને જે હાલમાં જર્જરિત હાલતમાં બની ચૂકયો છે. ત્યારે તંત્ર દ્વારા અવારનવાર આ પુલ પર ગાબડાં પડતાં હોય અને બુરવામાં આવતા હોય તેવું સ્પષ્ટ રીતે લોકોનું કહેવું છે. ત્યારે કેનાલ નીચેથી જો આ પુલને જોવામાં આવે તો અત્યંત જર્જરિત હાલતમાં બની ચૂક્યો છે. ગમે ત્યારે મોટો અકસ્માતો સર્જાઈ શકે છે. ત્યારે આ પુલનું નવીનીકરણનું કામ તંત્ર દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકો અને શહેરીજનોની માંગણી છે.
5 ફૂટનું ગાબડું છતાં મજબૂરીમાં પુલ શરૂ રાખવામાં આવ્યો
સુરેન્દ્રનગર શહેરમાંથી કચ્છ, ધાંગધ્રા અને પાટડી તરફ જવા માટે એક માત્ર નર્મદા કેનાલ પરથી પસાર થઇ રહેલો પુલ આવેલો છે. ત્યારે વહેલી સવારે છ ફૂટનું ગાબડુ અને જર્જરિત હાલતમાં આ પુલ બની ચૂકયો છે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે. કોઈ પણ જાતની જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે ખડેપગે ઊભી રહી છે. ત્યારે કચ્છ, ધાંગધ્રા અને પાટડી તરફ જવા માટે શહેરી વિસ્તારમાંથી એક જ પુલ પસાર થઈ રહ્યો હોય અને તેના ઉપર પણ 5 ફૂટનું ગાબડું પડ્યું હોય તેમ છતાં પણ આ પુલ વાહનચાલકોને અવર-જવર માટે શરૂ રાખવા તંત્ર મજબુત બન્યું છે. કારણ કે, બીજો કોઈ ઓપ્શન ગામો તરફ જવાનો ન હોવાના કારણે આ પુલ શરૂ રાખવામાં આવ્યો છે.