સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
ત્યારે વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન બે વર્ષ પહેલાં લીંબડી સીપીઆઈ માં ફરજ બજાવતા અને હાલ પાણશીણા પોલીસ મથકે ફરજ બજાવતા મીતુલભાઈ પટેલને રોડ પરથી એક થેલો મળી આવ્યો હતો ત્યારે થેલની તપાસ કરતા થેલામાં સરસામાન સહિત સોના અને ચાંદીના દાગીના હતા અને એક બેન્કની પાસબુક હતી ત્યારે બેન્કની પાસબુકના આધારે મુળ માલીક એટલે કે મધ્યપ્રદેશના અભરાજપુર જીલ્લાના માથનાના દંપતી લંમબાઈ ભગતસિંહ સોલંકીનો સંપર્ક મીતુલ પટેલે દ્રારા કરવામાં આવ્યો હતો અને બે વર્ષની મહેનત બાદ મુળ માલીકનો સંપર્ક થયો હતો ત્યારે દંપતી પાસે લીંબડી આવવાનું ભાડું ન હોવાથી લીંબડી આવી શક્યા ન હતા ત્યારે આજે લીંબડી દંપતિ આવી પહોંચ્યા હતા ત્યારે મિતુલ પટેલે સર સામાન સહિત ચાંદીનો કંદોરો, વિટીઓ અને સોનાની બુટ્ટી સહિત થેલો મુળ માલીકને પરત કર્યો હતો ત્યારે આ ગરીબ દંપતિએ મિતુલ પટેલ અને પોલીસનો આભાર માન્યો હતો ત્યારે પોલીસની એક સરહાનિય કામગીરી સામે આવી હતી