
આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ ની યુવા પેઢી ને કટોકટી ના કાળા દિવસો માં શું બન્યું હતું અને શા માટે કટોકટી લગાવવા માં આવી હતી તે સંદર્ભે એક વિશાળ પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન વિધાનગર ગો. જો. શારદા મંદિર સાપુજી હોલ ખાતે રાખવા માં આવેલ હતું.
જે કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે આણંદ જિલ્લા સંગઠન પ્રભારી વર્ષાબેન દોશી, ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ, સહીત કરમસદ આણંદ મહાનગર પાલિકા મેયર દિપીકાબેન પટેલ, તેમજ સંગઠન ના હોદ્દેદારો, પાર્ટી ના કાર્યકરો, કોર્પોરેટરો ભાઈઓ બહેનો જોડાયા હતા.અને પ્રદશૅન નિહાળ્યું હતું






















