Home રાજકોટ રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ના પીપળે ધ્વજા કાર્યક્રમ યોજવામાં આવ્યો

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ના પીપળે ધ્વજા કાર્યક્રમ યોજવામાં આવ્યો

4
0

જેઠ સુદ 11ના દિવસે તેજાબાપા ના પીપળે ધજા ચઢાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આ પરંપરાગત વિધિ સાથે તેજાબાપા ટ્રસ્ટ અને કીર્તન મંડળી તેમજ આસપાસના લોકો દ્રારા ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ આ ધજાની શોભાયાત્રા બપોરે 4.30 વાગ્યે તેજાબાપા અન્નક્ષેત્ર થી શરૂ થઈ હતી. કીર્તન મંડળી સાથે નીકળેલી આ શોભાયાત્રા તેજાબાપાના પીપળે પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં તેજા બાપાના પીપળે મહાઆરતી કરવામાં અને ધજા ચડાવવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો,જોડાયા હતા.તેમજ તેજાબાપા અન્નક્ષેત્ર  ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે  જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવેછે આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી, અને  સુરેશભાઇ વઘાસીયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકી કાર્ય કરવામાં આવે છે જેવી કે સબવાહિનીસેવા. 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ. નિ:શુલ્ક કીર્તન.જન્માષ્ટમી ઉજવણી. અન્નકોટના દર્શન. જુનાગઢ શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર. તેમજ દર પુનમે રાત્રે કીર્તન નો આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here