Home પાટણ પાટણ ખાતે ૩૫૦ જેટલા રશીકરણ કેન્દ્ર પર ૬૦ વર્ષથી વધુ વયના ફ્રન્ત્લાઇન...

પાટણ ખાતે ૩૫૦ જેટલા રશીકરણ કેન્દ્ર પર ૬૦ વર્ષથી વધુ વયના ફ્રન્ત્લાઇન વર્કર્સને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવા આવી…

240
0
પાટણ : ૧૦ જાન્યુઆરી

પાટણ શહેર સહિત જિલ્લામાં ૩૫૦ જેટલા રસીકરણ કેન્દ્ર ઉપર હેલ્થ કેર વર્કર્સ , ફ્રન્ટલાઈન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને પિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે . વધતા જતા કોરોના કેસો ને લઈને લોકોમાં પણ રસી લેવા અંગેની જાગૃતિ આવી છે જેને કારણે વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર રસી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

વૈશ્વિક કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વેકસીનેશન જ એક માત્ર ઉપાય છે . કોરોના સંક્રમણ અને ઓમીક્રોન વોરિયન્ટના વ્યાપને પગલે નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં વો માં આવી રહ્યા છે જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં આજથી હેલ્થ કેર વર્કર્સ ફ્રન્ટલાઈન વર્કસ તથા ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ડોઝ આપવાની શરૂઆત કરી છે જેને પગલે પાટણ જિલ્લામાં 8500 હેલ્થ કેર વર્કર 10835 ફ્રન્ટલાઈન વર્કર , તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કો મોરબીડ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે . છેલ્લા ત્રણ ચાર દિવસથી વલસાડ જિલ્લામાં કોરોના કેશ વધતા લોકોમાં રસી લેવા માટે જાગૃતિ આવી છે અને વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર રસી લેવા માટે લાંબી કતારો જો મળી હતી.

જિલ્લામાં બુસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓને ક્રમાનુસાર બુસ્ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુચારું આયોજન કરાયું છે . અત્રે ઉલ્લેખનીય છે કે આ રસી લેવાથી વ્યક્તિઓના શરીરમાં કોરોના વિરોધી એન્ટિબોડીઝ નું સ્તર ઉંચુ આવશે . જે કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે . જે વ્યક્તિઓએ કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેને 9 મહિના પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિઓ બુસ્ટર ડોઝ લેવા ને પાત્ર છે .


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here