Home પાટણ 12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ…

12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ…

232
0

પાટણ : 10 ઓગસ્ટ


આગામી સમયમાં વિધાનસભા ની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. તારીખ 12 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર સુધી મતદાર સુધારણા કાર્યક્રમ ચાલશે. જેમાં 18 વર્ષથી ઉપરના યુવક યુવતીઓ મતાધિકાર મેળવવા મતદાતા તરીકે નોંધણી કરાવે તે જરૂરી છે. જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ પણ 18 વર્ષથી વધુ વયજૂથમાં આવતા તમામ લોકોને મતદાર તરીકે નોંધણી કરવા અપીલ કરી છે.

જે વ્યક્તિ તારીખ 01/10/2022 18 વર્ષ પૂર્ણ થતાં હોય તે વ્યક્તિ મતદાર તરીકે ફોર્મ નં. 6 ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું કે સ્થળાંતર થયેલું હોય તેમના નામ ફોર્મ નં. 7 ભરી રદ કરી શકાશે. જ્યારે સ્થળાંતરના કારણે એક મતવિસ્તાર/મતદાન મથક થી બીજા મતવિસ્તાર/મતદાન મથક પર નામ ફેરવવું/નોંધાવવુ હશે કે નામની કે અન્ય વિગતોમાં કાંઈ ફેરફાર કરવાનો હશે તો ફોર્મ નં. 8 ભરી, આધારો સાથે ઓનલાઈન વોટર હેલ્પલાઈન એપ દ્વારા કે BLO મારફતે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ રજૂ કરી શકાશે. આ દિવસો દરમિયાન BLO ઘેર-ઘેર તપાસણી માટે પણ આવશે તથા તા.21.08.22, 28.08.22, 04.09.22 તથા 11.09.22 ના રોજના રવિવારના દિવસોએ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવી છે. જે દિવસે BLO તેમના મતદાન મથકના સ્થળે જ સવારના 10.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી હાજર રહેશે. જેથી કોઈપણ મતદાર ત્યાં જઈ મતદાર બનવા માટે અરજી કરી શકશે.

રાજ્યમાં 12 ઓગસ્ટથી જ્યારે મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીએ 18 વર્ષની ઉપરના તમામ લોકોને અપીલ કરી છે કે દેશની લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મત આપવો જરૂરી છે. જેથી જે પણ લોકો 18 વર્ષ કે તેથી ઉપરના હોય તેઓએ અચૂક મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવી જોઈએ. જેથી આગામી ચૂંટણીમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગે 18 વર્ષથી વધુ વયની બહેનોના મતદાતા તરીકેની નોંધણી ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. જેથી ગામડાની બહેનો પણ પોતાનો મતાધિકારનો હક મેળવે તે માટે તમામ લોકોએ આ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત પોતાના મતદાતા તરીકે નોંધણી કરાવી જરૂરી છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે પણ લોકો 18 વર્ષથી ઉપરના છે તેઓ આ મતદાર સુધારણા કાર્યક્રમમાં સહભાગી બને અને મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવે.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here