Home સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને એમ.સી.એમ.સી.ના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં એમ.સી.એમ.સી.ની...

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને એમ.સી.એમ.સી.ના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં એમ.સી.એમ.સી.ની સાપ્તાહિક બેઠક મળી

233
0

ખેડબ્રહ્મા: 25 નવેમ્બર


સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને એમ.સી.એમ.સી.ના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.ની સાપ્તાહિક બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા આપવામાં આવતી જાહેર ખબર તેમજ મીડિયામાં આવતા પેડ સમાચાર અંગે જે તે ઉમેદવારના ખર્ચમાં ગણતરી કરવાની થાય છે તે અંગે સસ્પેક્ટેડ ન્યુઝનું જિલ્લા માહિતી ખાતા દ્વારા નિરીક્ષણ કરી આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર, નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી દિપ્તિબેન પ્રજાપતિ, એન.આઇ.સી.ના શ્રી હરીશકુમાર તથા દુરદર્શન સભ્યશ્રી ભરત ચૌહાણ અને અન્ય સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : રોહિત ડાયાણી સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here