એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે શંકર ચૌધરી વધુ અઢી વર્ષ માટે બનાસ ડેરીનું સુકાન સંભાળશે. જ્યારે ભાવાભાઈ દેસાઈ વાઈસ ચેરમેન બન્યા છે.
બનાસ ડેરીના નિયામક મંડળે ચેરમેન, વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે. બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈની અઢી વર્ષની ટર્મ પૂરી થતા તેમની વરણી કરવામાં આવી છે. ગુજરાત સહિત આઠ રાજ્યોમાં બનાસ ડેરીનો કાર્ય વિસ્તાર છે.
સાથે જ બનાસની મહિલાઓ દૂધના વ્યવસાય થકી આત્મનિર્ભર બની છે. મહત્વનું છે કે, બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધુ છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકના ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે.