Home અમદાવાદ 20મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા.., 4 જૂને યોજાશે ભગવાનની...

20મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા.., 4 જૂને યોજાશે ભગવાનની જળયાત્રા

83
0

જગતના નાથ જગન્નાથજીની રથયાત્રા એક મહત્વનો તહેવાર છે, આ તહેવાર સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાય છે. ત્યારે અમદાવાદમાં પણ 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 20 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે.

જોકે આ પહેલા 4 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. વહેલી સવારે મુખ્યમંત્રીએ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને મંદિરના મહંત દિલીપદાસજી સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા હતા.

હાલ જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જળયાત્રાને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મોસાળમાં ભાણેજના વધામણા કરવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે, તેમજ આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વરસાદની ભીતિને લઈને સરસપુરમાં રણછોડરાય મંદિર પહેલાં વોટરપ્રુફ ડોમ બાંધવામાં આવ્યા છે. જેની સાથે આ વર્ષે 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ભગવાનના મનોરથ ભજન કિર્તન, શોભાયાત્રા અને લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રભુ પ્રસાદી પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 7 જૂનથી 17 જૂન સુધી ભગવાન સરસપુરમાં રહેશે જ્યારે દરરોજ સાંજે 5થી રાતના 9 વાગ્યા સુધી અલગ અલગ પ્રકારે મનોરથ અને ભજનના કાર્યક્રમ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here