Home સુરેન્દ્રનગર વિજળીયા ગામ દ્વારા પરમાર્થ નું સરાહનીય કામ કરી સેવાં પરમો ધર્મ નાં...

વિજળીયા ગામ દ્વારા પરમાર્થ નું સરાહનીય કામ કરી સેવાં પરમો ધર્મ નાં સુત્ર ને સાર્થક કર્યું

150
0

સુરેન્દ્રનગર: 6 જાન્યુઆરી


સુરેન્દ્રનગર જીલ્લાં નાં થાનગઢ તાલુકા નાં વિજળીયા ગામ નાં લોકો દ્વારા ઉતરાયણ પર્વ પહેલાં આખાં ગામમાં થી લોકફાળો એકત્ર કરી ગામ સમસ્ત આવેલ લોકફાળા ની જે રકમ ભેગી થાય તેમાંથી ગૌ માતા માટે ઘાસચારો વેચાતો લઈ તે તમામ લોકફાળા ની રકમ ગૌ માતા માટે વાપરવામાં આવે છે. તે ઘાસચારો જે વાહનો દ્વારા લાવવા લઈ જવાં માટે ઉપયોગ માં લેવામાં આવે છે તે તમામ વાહનો ગામ સમસ્ત ફ્રી સેવાં આપે છે.
તો આ વર્ષે વિજળીયા ગામ સમસ્ત લોકફાળો એકત્ર કરવામાં આવેલ જેની રકમ બે લાખ સીતેર હજાર એકઠી કરવામાં આવેલ જેમાં થી લીલી તેમજ સુકી જુવાર ( કડબ ) વીસ ટ્રેક્ટર તેમજ સાત યુટીલીટી કુલ 27 .સત્યાવીસ વાહનો દ્વારા જુવાર કડબ ભરીને કચ્છ નાં નાના રણ માં આવેલ વચ્છરાજ બેટ વિર વચ્છરાજ ધામ માં આવેલ અસંખ્ય ગાયો ની ગૌશાળામાં ગાયો માટે આ ઘાસચારો વેચાતો લઈ ત્યાં આજે કુલ ૨૭ વાહનો દ્વારા પહોચાડી ને વિજળીયા ગામ સમસ્ત દ્વારા પરમાર્થ નું સરાહનીય કામ કરી સેવાં પરમો ધર્મ નાં સુત્ર ને સાર્થક કરેલ છે…

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here