Home પંચમહાલ જીલ્લો યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ...

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

150
0

હાલોલ : 20 માર્ચ


પાવાગઢ શક્તિપીઠ ઉપર શરૂ થતા ચૈત્રી નવરાત્રીને લઈને વિવિધ મુદ્દાઓ આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે મંદિર છોલેલું શ્રીફળ લઈ જવા અને વધેરવા તથા વેપારીઓ ને વેચવા ઉપર શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ નો વિરોધ કરતા પાવાગઢના વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદે હાલોલ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન આપી મંદિર ટ્રસ્ટ પોતાનો નિર્ણય બદલે તેવી માંગ કરી છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ પણ છોડેલું શ્રીફળ મંદિરમાં વધેરવામાં આવતું નથી. જો ભક્તો ને ત્રણ કિલોમીટર નીચે માછીમાં નારીયલ ફોડવા દેવામાં આવે તો ભક્તોની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા જળવાશે નહીં. અને દરેક વેપારીએ ચૈત્રી નવરાત્રીને ધ્યાને રાખીને લાખો રૂપિયાના છોડેલા શ્રીફળ મંગાવ્યા છે તો તમામ વેપારીઓને મંદિર ટ્રસ્ટ ના આ નિર્ણય થી આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે. મંદિર ના ટ્રસ્ટીઓએ લીધેલો મનસ્વી નિર્ણય તાત્કાલિક બદલે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત પગલાં ભરી ઉગ્ર આંદોલન કરશે જેના જવાબદાર ટ્રસ્ટીઓ પોતે રહેશે તેવું વિશ્વ હિન્દુ પરિષદ ના બજરંગદળ વિભાગ સંયોજકે જણાવ્યું હતું

અહેવાલ : નરેન્દ્રસિંહ પરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here