Home આણંદ બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

115
0

બોરસદ : 20 માર્ચ


બોરસદમાં જી૨૦ ભારત ૨૦૨૩ની ઉજવણીનુ આયોજન કરવામાં આવ્યું છું તે અંતર્ગત આજે વિશિષ્ટ સુવિધાઓ આપવાના ઉદેશ્ય સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે ખાસ સોશિયલ મીડિયા સુવિધા શરૂ કરવામાં આવી છે. બોરસદના નગરજનોની જાહેર સુખાકારીને મહત્વ આપી કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના ડી સી પટેલ ના સહયોગથી વિશિષ્ટ રીતે વોટ્સએપ સુવિધાનો લાભ નગરજનો માટે શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના વહીવટદાર જય બારોટ ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આરતીબેન પટેલ સહિત ફાઉન્ડેશનના કોકો રાવ જનક પટેલ સભ્યો નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો બુલેટ પટેલ યશોદરા ભટ્ટ જૈમીની બેન પટેલ મહેશ ઠાકોર હાજર રહ્યા હતા નગરપાલિકાની વિવિધ સુખાકારી સુવિધાઓ જેવી કે ગટર પાણી સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સંબંધિત કોઈપણ પણ રજૂઆત કે સલાહ સુચન ફોટો સહિત સંબંધિત નંબર પર ખુબ સરળતાથી અને તાત્કાલિક મોકલી શકશે.
નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકૃત કર્મચારીઓ દ્વારા વહેલામાં વહેલી તકે વોટ્સએપ પર કરાયેલ રજુઆતોનો પ્રતિભાવ આપી યોગ્ય નિરાકરણ લાવવામાં આવનાર હોવાનું પાલિકાના વહીવટદાર જય બારોટ અને ચીફ ઓફિસર યોગેશ ગણતરાય જણાવ્યું છે.
વોટર સપ્લાય :- 9484784004
ડ્રેનેજ :- 9484784005
સેનેટરી :- 9484784006
સ્ટ્રીટ લાઈટ :- 9484784007
નગરપાલિકા દ્વારા જણાવેલ વોટ્સએપ નંબર જાહેર જનતા હિતમાં શરૂ કરવામાં આવ્યા છે. જે નોંધી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here