કચ્છ: 14 મે
આજરોજ ભુજ ખાતે ગૌબ્રાહમણ પ્રતિપાલ જાડેજા કુળ શિરોમણી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા કચ્છની પ્રતિમાનું અનાવરણ તેમજ સ્મારક ઉધાનનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે કર્યુ હતું.
રણજીત વિલા પેલેસ ભુજ મધ્યે ૨૦૫ એકરમાં અંદાજે રૂ.૫૦ લાખના ખર્ચે નિર્મિત મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમા અને સ્મારક ઉધાન પ્રજાર્પણ સમયે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે મહારાણી સાહેબ પ્રિતીદેવી કચ્છનું અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા. કચ્છના ૧૯માં મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના બગીચાનું નજરાણું મહારાવશ્રીની ઈચ્છાને મહારાણીએ પૂર્ણ કરી છે. કુંવરશ્રી ઈન્દ્રજીતસિંહ જાડેજાને અને તેમની ટીમને અભિનંદન પાઠવતા વધુમાં જણાવ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારત રજવાડાંઓ દેશને અર્પણ કરીને રાજવીઓએ સરદાર વલ્લભભાઇ પટેલના અખંડ ભારતના સંકલ્પને સાથ આપ્યો. રજવાડાને રાષ્ટ્રાપર્ણ કરી રાજવીઓએ તેમના રાષ્ટ્ર પ્રેમને દેખાડયો છે તે અહીંની મહારાવશ્રીની પ્રતિમા અને પાર્ક જોનાર પ્રજાને થશે. પ્રવાસન હબ બનતા ભુજમાં આવનાર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે રાજવી પરિવારનું આ નજરાણું છે.
આ પ્રસંગે મહારાણી સાહેબાશ્રી પ્રીતિદેવી ઓફ કચ્છ, કુંવરશ્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા, ઠાકોરશ્રી મયુરધ્વજસિંહ ઓફ તેરા, ઠાકોરશ્રી કૃતાર્થસિંહ ઓફ દેવપુર તેમજ રાજ પરિવારના અગ્રણીશ્રીઓ, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, કચ્છ જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ભુજ એપીએમસી ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર તેમજ જિલ્લા અને ભુજ તાલુકાના અગ્રણી શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.