Home પાટણ પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ માટે હાઈડ્રોપોનીક્સ વિષય પર સેમિનાર...

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ માટે હાઈડ્રોપોનીક્સ વિષય પર સેમિનાર યોજાયો….

134
0

પાટણ : 1 સપ્ટેમ્બર


રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે શાળાના વિદ્યાર્થીઓ માટે હાઇડ્રોપોનીકસ ખેતી અને તેના વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 130 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

તેમણે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનને લોકપ્રિય બનાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસો અને સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું અને આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી. ત્યારબાદ, નિષ્ણાત ગેલેરી ગાઈડ દ્વારા સાયન્સ સેન્ટરમાં આવેલી હાઈડ્રોપોનીક્સ ગેલારીમાં વિધ્યાર્થીઓને વિવિધ હાઇડ્રોપોનીક્સ ખેતીની પદ્ધતિ જેવી કે ન્યુટ્રીયન્ટ ફિલ્મ ટેકનિક, વોટર કલ્ચર અને ડ્રીપ સિસ્ટમ તથા ઈબ અને ફ્લો સિસ્ટમની માહિતી મેળવી અને ત્યારબાદ તેના ઉપયોગો વિશે નિદર્શન કરાવવામાં આવ્યું હતું. તેના ઉપયોગો દ્વારા કેવી રીતે નવા ઉધ્યોગોને પ્રોત્સાહન મળે અને આપણો દેશ આત્મનિર્ભર બને તેના વિશે મહત્વની માહિતી આપી હતી. ત્યારબાદ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીની મુલાકાત કરી અને વર્ચુઅલ રિયાલિટી અને 5-ડી થિયેટર જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here