પાટણ : 7 ફેબ્રુઆરી
પાટણ શહેર સહિત જીલ્લામાં એક મહિના બાદ પુનઃ ધોરણ ૧ થી ૯ ના વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પાખી હાજરીમાં વિદ્યાર્થીઓએ વર્ગખંડોમાં અભ્યાસ કર્યો હતો તો શાળાના સંચાલકો દ્વારા સરકારની એસઓપી મુજબ શિક્ષણકાર્યની શરૂઆત કરી હતી.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ સતત વધવાને કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 9 ના વર્ગો બંધ કર્યા હતા અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની સૂચનાઓ શાળાનાં સંચાલકોની આપી હતી . ત્યારે હવે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે સરકારે ફરીથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેની સુચનાઓ શાળાઓની આપી છે . જે અંતર્ગત સોમવારે પાટણ શહેર સહિત જીલ્લામાં ધોરણ 1 થી 9 નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે.જિલ્લાની 832 શાળાઓના 1,60,000 થી વધુ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
શાળામાં વિધાર્થીઓને સેનેટાઈઝ કરી માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો . શાળા સંચાલકો દ્વારા સરકારની એસપી મુજબ વર્ગખંડોમાં વિધાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો .