Home પાટણ પાટણમાં રોગચાળાએ દસ્તક દીધી, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ…

પાટણમાં રોગચાળાએ દસ્તક દીધી, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ…

170
0

પાટણ : 3 ઓગસ્ટ


પાટણ શહેરમાં વરસાદ બાદ ગંદકીના સામ્રાજ્ય અને પાણી ભરાઈ રહેવાના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ દેખા દેતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે . પાટણ જનરલ હોસ્પિટલમાં રોજના 400 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે . જેમાંથી 30 જેટલા દર્દીઓને રોજ દાખલ કરવા પડે છે. પાટણમાં રોગચાળાએ દસ્તક દીધી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ…

પાટણ શહેરમાં ગત સપ્તાહે પડેલા સતત વરસાદ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ – સફાઈ અને નિયમિત રીતે જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવાને કારણે મચ્છરો અને જીવાતો નો ઉપદ્રવ વધ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરને કારણે દૂષિત પાણી ભરાઈ રહેવાની સમસ્યા પણ વક્રી છે. જેને લઇ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ શહેરમાં દેખાદેતા ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોડ, વાયરલ ઇન્ફેક્શન તથા જાડા ઉલટીના કેસોમાં ઉત્તરો ઉતર વધારો થઈ રહ્યો છે જેના કારણે શહેરના મહોલ્લા પોળોમાં આવેલ દવાખાનાઓ ,ખાનગી અને સરકારી હોસ્પિટલો આવા દર્દીઓથી ઉભરાઈ રહી છે .

પાટણ સિવિલ સર્જન ડો.આર.સી ઠક્કરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રોજ સરેરાશ 400 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે જેમાં પાણીજન્ય રોગચાળો અને વાયરલના કેસો વધુ રહે છે જેમાં ગંભીર લક્ષણ ધરાવતા 30 દર્દીઓને પ્રતિદિન ઇન્ડોર દર્દી તરીકે હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે ગત. તા . 25 / 7 / 2022 થી 31 / 7 / 2022 સુધીમાં ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 60 દર્દીઓના ટેસ્ટ કરાવતા 10 પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટાઈફોડના 112 ટેસ્ટમાંથી 3 પોઝિટિવ આવ્યા હતા . મેલેરિયાના 378 અને કમળાના 40 ટેસ્ટ કરાયા હતા પરંતુ આ દર્દીઓમાંથી એક પણ પોઝિટિવ આવ્યો ન હતો.

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here