પાટણ: 20 મે
પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે આગામી 22મી મે ને રવિવારના રોજ રાત્રે શહીદોને વિરાંજલી આપવાનો એક મેઘા મલ્ટી મીડિયા કાર્યક્રમનું આયોજન વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને પાસનું વિતરણ કરી નગરજનોને આ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપી રહ્યા છે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ
પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે યોજાનાર છે .આ મલ્ટીમીડિયા શૉ થકી વિખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારો દ્વારા વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે. વીરાંજલી કાર્યક્રમ થકી સ્વાતંત્ર્યની ચળવળની સમગ્ર યાત્રાને નિહાળી નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર થાય તે માટે મહત્તમ નાગરિકો તેમાં જોડાય તે માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને નગરજનોને વિરાંજલી કાર્યક્રમ આવવા માટેનું આમંત્રણ આપી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર એકમાં નગરસેવક મનોજભાઈ પટેલ મંજુલાબેન ઠાકોર અને મહિલા કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર દ્વારા ઘરે ઘરે જઈને લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તો વોર્ડ નંબર 7 શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના આગેવાનો કાર્યકરો એ ઘરે ઘરે જઈને વિરાંજલી કાર્યક્રમ માં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે માટે કાર્યક્રમ અંગે નું આમંત્રણ પાઠવ્યું હતું
આમ પાટણ ખાતે યોજાનાર વિરાંજલી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો ડોર ટુ ડોર જઈને આમંત્રણ આપી રહ્યા છે