Home પાટણ પાટણમાં બે વર્ષ બાદ આંગણવાડી બાળકોના કલરવથી ગુંજી ઉઠી…

પાટણમાં બે વર્ષ બાદ આંગણવાડી બાળકોના કલરવથી ગુંજી ઉઠી…

157
0
પાટણ : 17 ફેબ્રુઆરી

પાટણ શહેર સહિત જીલ્લામાં બે વર્ષ બાદ ફરીથી આંગણવાડીઓમા શિક્ષણનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં ઉત્સાહભેર બાળકો આવ્યા હતા જેને લઇને આંગણવાડીઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી.

રાજ્યમાં કોરોના મહામારી ને કારણે વધી રહેલા સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સરકારે માર્ચ 2020 થી સમગ્ર રાજ્યમાં આંગણવાડીઓ અને પ્રી સ્કુલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો પરિપત્ર કર્યો હતો જેને લઇને છેલ્લા બે વર્ષથી સમગ્ર આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું હતું. પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને સરકારે આંગણવાડીઓ ખોલવા માટે મંજૂરી આપી છે જે અનુસંધાને આજથી પાટણ શહેર સહિત જિલ્લામાં 1400થી વધુ આંગણવાડીઓ અને બાલવાટિકા ઓ ધમધમતી બની હતી પ્રથમ દિવસે શહેરની વિવિધ આંગણવાડીઓમાં ઉત્સાહભેર બાળકો આવ્યા હતા તો સરકારની guideline નું યોગ્ય રીતે પાલન થાય તે માટે વિવિધ આંગણવાડીઓમાં સેનેટાઈઝર માસ્કની વ્યવસ્થા આંગણવાડીના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.

આઇસીડીએસ ના મુખ્ય સેવિકા ઉર્મિલાબેન પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 77 આંગણવાડીઓમાં બાળકોને વાલીઓના સંમતિપત્રક લઈ કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો છે. જે સમયે આંગણવાડીઓ બંધ હતી તે દરમિયાન આંગણવાડીની કાર્યકર મહિલાઓ દ્વારા બાળકોને આઈસીડીએસ ની સુવિધાઓ ઘરબેઠે પૂરી પાડવામાં આવતી હતી ત્યારે હવે આંગણવાડીઓ શરૂ થઇ છે તેથી સરકાર ની ગાઈડલાઈન મુજબ બાળકોને આંગણવાડીમાં જ આઈસીડીએસ ની સેવાઓ આપવામાં આવશે.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here