Home પાટણ પાટણમાં જન્માષ્ટમીએ 200 થી વધુ લોકોએ પોતાના ઘરવા માટીના કાનુડા સ્થાપિત...

પાટણમાં જન્માષ્ટમીએ 200 થી વધુ લોકોએ પોતાના ઘરવા માટીના કાનુડા સ્થાપિત કર્યા…..

143
0

પાટણ : 20 ઓગસ્ટ


પાટણ માં ઉજવાતા ધાર્મિક ઉત્સવો અને તહેવારો પાછળ પારિવારિક ભાવના અને પ્રાચીન પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે . જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને પાટણમાં પરંપરાગત રીતે માટીના કાનુડા સ્થાપિત કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળી રહી છે ચાલુ વર્ષે શહેરમાં 200 થી વધુ માટીના કાનુડાને લોકોએ પોતાના ઘરે સ્થાપિત કર્યા હતા એક પછી એક કાનુડાઓને લઈને મોહન મહિલાઓ વાસ્તે ગાસ્તે શહેરની બજારમાંથી નીકળતા પાટણ આજે કૃષ્ણમય બની હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા શહેરીજનોમા અનેરો ઉત્સાહ અને થનગનાટ ના જોવા મળી રહ્યો છે . કૃષ્ણ જન્મનું પાટણમાં અનેરૂ મહત્વ છે.પાટણમાં વર્ષોની પરંપરાગત મુજબ વિવિધ સમાજના લોકો પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરિવારો દ્વારા હરખના તેમજ બાધા માનતા ના પાટલા ઉપર માટીના કાનુડાને સ્થાપિત કરી વાજતેગાજતે તેને ઘરે લાવી વિધિવત રીતે પૂજાઅર્ચના કરવામાં આવે છે અને મહિલાઓ કાનુડા ના ગરબા રમી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે . ત્યારે ચાલુ વર્ષે જન્માષ્ટમી ના દિવસે પાટણ શહેરમાંથી અંદાજે 200 થી વધુ માટીના કાનુડાને મહિલાઓ દ્વારા વાજતેગાજતે ઘરે લાવી વિધિવત રીતે સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી . શહેરની બજારો માં આજે જાણે બાલકૃષ્ણ સ્વયમ ઉતર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરેલા કાનુડાની માટીની મૂર્તિઓને પાણીમાં પધરાવી વિસર્જન કરાશે.

જન્માષ્ટમી પર્વને વધાવવા બાધા – માનતા ના અને હરખના કાનુડા ની પધરામણી કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો . ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કાનુડા ની સંખ્યા વધવા પામી હતી આમ પાટણમાં જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને કાનુડા પધરાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here