Home પાટણ પાટણમાં અનરાધાર વરસાદ…

પાટણમાં અનરાધાર વરસાદ…

225
0

પાટણ : 23 ઓગસ્ટ


પાટણ શહેર સહિત જીલ્લામાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ વરસાદની ચોથી ઇનિંગ શરૂ થતા વરસાદી વાતાવરણ સર્જાયું છે . જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે . ગત મોડી રાતથી શરૂ થયેલ અનરાધાર વરસાદ બીજા દિવસે સવારથી જ ચાલુ રહેતા વરસાદી પાણી માર્ગો ઉપર ફરિ વળતા જનજીવન પ્રભાવિત થયું હતું સવારના સમયે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી.પાટણમા અનરાધાર અઢી ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં વરસાદી પાણી ફરતા થઇ ગયા હતા . તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા . રેલ્વે અંડરબ્રીજ , આનંદ સરોવર , જલારામ મંદિર રોડ , છીંડિયા દરવાજા ,, કાલી બજાર , બુકડી , સાલવીવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને વિસ્તારના લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી . શહેરના હાઇવે માર્ગો ઉપર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી .


પાટણ પંથકમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદી આંકડા પર નજર કરીએ તો પાટણ તાલુકામાં 61mm , સિદ્ધપુર તાલુકામાં 29 mm , શંખેશ્વરમાં 7 mm હારિજમાં 39 mm , રાધાનપુરમાં 67 mm અને સાંતલપુરમાં 34 mm , સરસ્વતીમાં 64mm , સમી 19 અને ચાણસ્મા 22mm વરસાદ નોંધાયો છે .

 

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here