પાટણ : 15 ઓગસ્ટ
75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે પાટણની અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ તિરંગાની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું . જેમાં સમગ્ર માર્કેટની દુકાનનોને પર એક સમાન તિરંગા લહેરાવવામાં આવ્યા હતા . ત્યારબાદ તિરંગા યાત્રા માર્કેટ ખાતેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા . આમ પાટણ અંબિકા માર્કેટ વેપારીઓ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી હર ઘર તિરંગા રાષ્ટ્રીય પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે . ત્યારે પાટણની અંબિકા શાકમાર્કેટ ના વેપારીઓ દ્વારા પ્રથમવાર 15 મી ઓગસ્ટના દિવસે તિરંગાની થીમ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં તિરંગા યાત્રા બેન્ડવાજા સાથે નીકળી હતી આ યાત્રામાં માર્કેટના તમામ વેપારીઓ માથે સાફા પહેરી હાથમાં તિરંગા ધ્વજ લઇ યાત્રામાં જોડાયા હતા . આ યાત્રા અંબિકા શાકમાર્કેટ થી નીકળી છીન્ડિયા દરવાજા , જગદીશ મંદિર , ઘીવટો , દોશીવટ બજાર , હિંગળાચાચર , બગવાડા દરવાજા થઈ માર્કેટ ખાતે પરત ફરી હતી . માર્કેટની તમામ દુકાનો ઉપર એક સમાન તિરંગા લહેરાવવામાં આવ્યા હતા.ઉપરાંત તિરંગાની થીમ પર માર્કેટમાં જુદા જુદા 12 જેટલા ગેટ ઊભા કરવામાં આવ્યા હતા .
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આખી શાકમાર્કેટને તિરંગાની થીમ પર દેશભક્તિ ના રંગે રંગવામાં આવી હતી . પાટણ શહેરમાં અનેક વેપારીઓના ખાનગી કોમ્પલેક્ષ અને શોપિંગ સેન્ટરો આવેલા છે પરંતુ અંબિકા શાક માર્કેટમાં પ્રથમ વખત 75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવવા તિરંગા યાત્રા સહિતનું અનોખું આયોજન કરાયું હતું જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું .