પાટણ : 30 ઓગસ્ટ
શંખેશ્વર તાલુકાના પંચાસર નજીક ગત રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર બે મુસાફરો અને એક પદયાત્રીને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર જાઓ થવાને કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે.જેમાં મહામૂલી જીન્દગીઓ મોત ને ભેટ છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક અકસ્માતની ઘટના બનવા પામી હતી.ગત મોડી રાત્રે પંચાસર ગામ નજીકથી પેસેન્જર ભરેલી એક રીક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન કાર ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલત રીતે હંકારી રીક્ષા ને તેમજ ચોટીલા જઈ રહેલા પદયાત્રીને ટક્કર મારતા રીક્ષામાં સવાર મુસાફરો અને પદયાત્રી હવામાં રંગોળાઈ નીચે પટકાતા ગંભીર ઇજાઓ થવાને કારણે બે મુસાફરો અને એક પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર માં સારવાર છે ખસેડવામાં આવ્યા હતા જે તેઓની પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર છે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ના બનાવની અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી છે